સેન્સેક્સ અને નિફ્ટી નવી ઐતિહાસિક સપાટીએ
સપ્ટેમ્બર એક્સપાયરીના દિવસે સેન્સેક્સ 85,800ને પાર : રોકાણકારો 6 દિવસમાં 10 લાખ કરોડ કમાયા
શેરબજારમાં વણથંભી તેજીને લીધે રોકાણકારો કમાણી કરી રહ્યા છે. ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટીએ નવો હાઈ બનાવ્યો હતો અને સેન્સેક્સ 666.25 પોઇન્ટ ઊછળી 85,836.12ના મથાળેજ્યારે નિફ્ટી 211.90 પોઇન્ટ વધી 26,216.05ના સ્તરે બંધ થયો હતો.છેલ્લા છ દિવસોમાં BSEની કંપનીઓમાં પૈસા લગાવનારા રોકાણકારોની કુલ સંપત્તિ રૂ. 10 લાખ કરોડથી વધુ વધી છે
સપ્ટેમ્બર એક્સપાયરીના દિવસે શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી. ITCની આગેવાની હેઠળ શેરોમાં તેજી આગળ વધી હતી. ITCનું માર્કેટ કે રૂ. 6.5 લાખ કરોડને પાર થયું હતું. .
NSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર FIIએ રૂ. 973.94 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી, જ્યારે DIIએ રૂ. 1778.99 કરોડના શેરોની ખરીદી કરી હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.73 લાખ કરોડનો વધારો થયો હતો
શેરબજારમાં તેજી આવવાનું એક કારણ મ્યુચ્યુઅલ ફંડોની SIP દ્વારા પ્રતિ મહિને રૂ. 20,000 કરોડથી વધુનું મૂડીરોકાણ આવી રહ્યું છે. આ સિવાય એક રિપોર્ટ અનુસાર મ્યુચ્યુઅલ ફંડો પાસે હાલ રૂ. 1.86 લાખ કરોડ કેશ રિઝર્વ છે.સપ્ટેમ્બરમાં ઘરેલુ રોકાણકારો અત્યાર સુધી રૂ. 15,000 કરોડનું રોકાણ કરી ચૂક્યા છે.