સેન્સેક્સે ફરી ગોથું ખાધુ : ૮૩૬ પોઈન્ટનો કડાકો
નિફ્ટી 24200ની નીચે, રોકાણકારોને ₹4.27 લાખ કરોડનું નુકસાન
ટ્રમ્પનો આનંદ ફેડ રીઝર્વની ચિંતાએ છીનવી લીધો
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે એ સમાચારોએ ભારતીય શેરબજારમાં આવેલો ઉછાળો ગુરુવારે અમેરિકી ફેડ રીઝર્વની સમીક્ષાની ચિંતામાં ધોવાઈ ગયો હતો અને સેન્સેક્સ ગોથું ખાધુ હતુ. ગુરુવારે શેરબજારમાં આખો દિવસ મંદી છવાયેલી રહી હતી અને રોકાણકારોએ ૪.૨૭ લાખ કરોડનું નુકસાન સહન કરવું પડ્યુ હતુ.
ઘરેલુ બજારોમાં ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 836 પોઇન્ટ તૂટીને 79,542 સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 285 પોઇન્ટ તૂટીને 24,199ના સ્તેર બંધ થયો હતો. મેટલ ન્ડેક્સ ત્રણ ટકા તૂટ્યો હતો, જ્યારે ઓટો, ફાર્મા અને રિયલ્ટી સેક્ટર 1-1 ટકાથી વધુ તૂટ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપતિ બીજી વાર ચૂંટાઈ આવ્યા હતા, પણ જ્યારે તેઓ વિપક્ષમાં હતા, ત્યારે તેમણે ફેડ ચેરમેન જેરોમ પોવેલના નિર્ણયોની અનેક વાર ટીકા કરી હતી. હવે તેઓ જ્યારે વ્હાઇટ હાઉસમાં આવી રહ્યા છે, ત્યારે તેઓ ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલને હાંકી કાઢે એવી શક્યતા છે. જેથી ફેડ રિઝર્વે શરૂ કરેલી વ્યાજકાપની સાઇકલને બ્રેક લાગી શકે છે. વળી ટ્રમ્પે ફેડને ચલાવનાર દરેક વ્યક્તિની ટીકા કરી છે. જેથી બદલાયેલા સિનારિયોમાં હવે ફેડ રિઝર્વની પોલિસીની સમીક્ષા થશે. રોકાણકારો જોવા ઇચ્છે છે કે બદલાયેલી પરિસ્થિતિમાં ફેડ શું વલણ અપનાવે છે, કેમ આગામી સમયમાં પોલિસીને લઈને પણ સંકેતો મળશે. બજાર હવે વ્યાજદરમાં એક ચતુર્થાંસ કાપની શક્યતા જોઈ રહ્યો છે. આ સિવાય FIIની વેચવાલી, કંપનીઓનાં નબળાં પરિણામોને પગલે શેરબજાર પર દબાણ જોવા મળશે.
6 નવેમ્બર 2024 ના રોજ બીએસઈ પર લિસ્ટેડ તમામ શેરોની કુલ માર્કેટ કેપ ₹4,52,58,633.53 કરોડ રૂપિયા હતી. આજ એટલે કે 7 નવેમ્બર 2024ના રોજ ઇક્વિટી માર્કેટમાં કારોબાર બંધ થતાં આ ₹4,48,31,103.35 કરોડ રૂપિયા પર આવી ગયો. આનો અર્થ એ થયો કે ઈન્વેસ્ટરોની મૂડી ₹4,27,530.18 કરોડ રૂપિયા ઘટી ગઈ છે.