Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
બિઝનેસ

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તરફ વળ્યા રોકાણકારો , SIPની લોકપ્રિયતા વધી

Fri, October 11 2024

સપ્ટેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડોમાં ૩૪ હજાર કરોડથી વધુ અને SIPમાં ૨૪ હજાર કરોડથી વધુનું રોકાણ

જમીન અને સોનામાં રોકાણની સાથે સાથે હવે રોકાણકારોનો ઝુકાવ મ્યુચ્યુઅલ ફંડ તરફ વધ્યો હોવાનું પ્રાપ્ત આંકડાઓ પરથી લાગી રહ્યું છે.

સપ્ટેમ્બર મહિનામાં જ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રૂ. 34,419 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ સાથે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં યોગદાન સપ્ટેમ્બરમાં વધીને રૂ. 24,509 કરોડની ઓલ ટાઈમની ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. તે ઓગસ્ટમાં રૂપિયા 23,547 કરોડ સુધી પહોંચી ગયું હતું. જો કે સપ્ટેમ્બરમાં રોકાણ ઓગસ્ટની સરખામણીએ 10 ટકા ઓછું રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ બોડીએ જણાવ્યું હતું કે સેક્ટર આધારિત ફંડ્સ અને મોટી કંપનીઓના ફંડ્સમાં રોકાણમાં એક મોટા ઘટાડા સાથે માસિક ઘટાડો નોંધાયો છે.

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલ આંકડાઓ દર્શાવે છે કે સપ્ટેમ્બર 2024 એ ઇક્વિટી ફંડ્સમાં નેટ ફ્લોનો સતત 43મો મહિનો રહ્યો છે. AMFIના ચીફ એક્ઝિક્યુટિવ વેંકટ ચલસાનીએ જણાવ્યું હતું કે SIP દ્વારા રોકાણમાં વધારો દર્શાવે છે કે રોકાણકારો હવે શિસ્તબદ્ધ રીતે રોકાણ કરીને તેમની સંપત્તિ વધારવાને પ્રાથમિકતા આપી રહ્યા છે.

ઓગસ્ટ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રમાં રૂ. 1.08 લાખ કરોડનું રોકાણ જોવા મળ્યું હતું જ્યારે સપ્ટેમ્બરમાં રૂ. 71,114 કરોડનો ઉપાડ થયો હતો. બોન્ડ સ્કીમમાંથી થયેલા રૂ. 1.14 લાખ કરોડના જંગી ઉપાડને કારણે આ સ્થિતી સર્જાય હતી. આટલા મોટા ઉપાડ છતાં, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના સંચાલન હેઠળની ચોખ્ખી સંપત્તિ ઓગસ્ટના અંતે રૂ. 66.7 લાખ કરોડની સરખામણીએ ગયા મહિને વધીને રૂ. 67 લાખ કરોડ થઈ હતી.

તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ગયા મહિને ઇક્વિટી-કેન્દ્રિત યોજનાઓમાં રૂ. 34,419 કરોડનું રોકાણ કરવામાં આવ્યું, જે એપ્રિલ પછીના સૌથી નીચલા સ્તરે છે. ઓગસ્ટમાં રૂ. 38,239 કરોડ અને જુલાઈમાં રૂ. 37,113 કરોડની સરખામણીએ આ પ્રવાહ ઘણો ઓછો હતો. જૂન અને મે મહિનામાં ઇક્વિટી સ્કીમ્સમાં રોકાણ અનુક્રમે રૂ. 40,608 કરોડ અને રૂ. 34,697 કરોડ હતું.

ઇક્વિટી સ્કીમમાં સેક્ટર આધારિત ફંડોએ સમીક્ષાધીન મહિનામાં રૂ. 13,255 કરોડના સૌથી વધુ ચોખ્ખા પ્રવાહ સાથે રોકાણકારોને ઘેલું લગાડ્યું હતું. જો કે ઓગષ્ટની સરખામણીમાં પ્રવાહ ઓછો હતો.

આ સિવાય મોટી કંપનીઓને લગતા ફંડ્સમાં પણ આ પ્રવાહમાં ઘટાડો જોવા મળ્યો છે. મોર્નિંગસ્ટાર રિસર્ચ ઈન્ડિયાના વિશ્લેષક અને રિસર્ચ મેનેજર મેલ્વિન સાંતારિતાએ જણાવ્યું હતું કે ઇન્ડેક્સ ફંડ કેટેગરી 13માં સૌથી વધુ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી, જેણે કુલ રૂ. 3,656 કરોડ એકત્ર કર્યા છે. ત્યારબાદ સેક્ટર-આધારિત ફંડ્સ બીજા સ્થાને રહ્યા છે જેમાં ચાર નવી યોજનાઓ શરૂ કરવામાં આવી અને મહિના દરમિયાન રૂ. 7,842 એકત્ર કરવામાં આવ્યા.

Share Article

Other Articles

Previous

દિવાળી પર થઈ જાઓ તૈયાર.. તમને મળશે મનોરંજનનો ટ્રિપલ ડોઝ : આ 3 ધમાકેદાર ફિલ્મો થશે રીલીઝ

Next

ભારત ચાલાક છે, મીઠું મીઠું બોલીનેઆપણને વેતરી નાખે છે: ડોનાલ્ડ ટ્રમ્પ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ ક્યારે પૂરો થશે? રાજકોટ મહાપાલિકા પાસે જ નથી જવાબ!
33 મિનિટutes પહેલા
રાજકોટમાં રોજીંદા રોંગ સાઈડમાં 300થી વધુ વાહનો શોધવાના ટાર્ગેટ : વાહનદીઠ રૂ.1500ની થશે વસૂલી
49 મિનિટutes પહેલા
રાજકોટની રાજકુમાર કોલેજથી લીમડા ચોક સુધી ગટરના પાણીની રેલમછેલ : માથું ફાડી નાખે તેવી દૂર્ગંધથી લોકો ત્રાહિમામ
1 કલાક પહેલા
1400 કરોડનાં ખર્ચે બનેલાં રાજકોટ એરપોર્ટ પર બે દિવસથી ‘પાણી’ની કટોકટી: પેસેન્જરોએ ‘હંગામો’મચાવ્યો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2277 Posts

Related Posts

સંસદમાં અગ્નિકાંડનો મુદ્દો ઉઠાવીશ: રાહુલ ગાંધી
રાજકોટ
1 વર્ષ પહેલા
ટ્રેનના ડબ્બામાં તમે કેટલી ભીડ જોઈએ છે …? જુઓ આ વિડીયો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિલ્‍હી-NCR 4.0ના ભુકંપથી ધણધણી ઉઠયું : સિક્કિમ, ઓડિશા, બિહાર, હરિયાણા, બાંગ્લાદેશ સુધી ધરા ધ્રુજી : લોકોમાં ફફડાટ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
“ચાંદીપુરા”ની ચિંતા: પડધરી-જેતપુરના ગામડાઓમાં દવા છંટકાવની કામગીરી શરૂ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર