છૂટક ફુગાવામાં લોકોને કેટલી મળી રાહત ? વાંચો
દેશના છૂટક ફુગાવામાં સતત બીજા મહિને ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બર મહિનાના ડેટા જોઈને સરકાર અને રિઝર્વ બેંકને રાહત મળી શકે છે. આનું એક કારણ છે. દેશનો છૂટક ફુગાવો 4 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે.
સરકારી આંકડા અનુસાર, ખાદ્ય પદાર્થોના ભાવમાં નરમાઈને કારણે ડિસેમ્બરમાં ભારતનો છૂટક ફુગાવો નવેમ્બરમાં 5.48 ટકાથી થોડો ઘટીને 5.22 ટકા થયો. ઓક્ટોબરમાં ભારતનો છૂટક ફુગાવો વધીને ૧૪ મહિનાની ઊંચી સપાટી ૬.૨ ટકા પર પહોંચ્યો હતો, જ્યારે ખાદ્ય ફુગાવો વધીને ૧૦.૯ ટકાની ૧૫ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
ડિસેમ્બર મહિનામાં સૌથી મોટી રાહત ખાદ્ય ફુગાવામાં ઘટાડો થવાથી મળી, જે એકંદર ફુગાવાના બાસ્કેટનો લગભગ અડધો ભાગ છે. ડિસેમ્બરમાં ખાદ્ય ફુગાવો ઘટીને ૮.૩૯ ટકા થયો છે જે અગાઉના મહિનામાં ૯.૦૪ ટકા હતો. દેશના CPI બાસ્કેટનો લગભગ અડધો હિસ્સો ધરાવતા ખાદ્ય પદાર્થોના ભાવે તાજેતરના મહિનાઓમાં ફુગાવો વધાર્યો છે.