વિદેશો રોકાણકારોએ જૂનમાં કેટલી રકમ પાછી ખેંચી ? જુઓ
વિદેશી રોકાણકારોએ જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં સ્થાનિક શેરોમાંથી આશરે રૂ. 14,800 કરોડ ઉપાડી લીધા છે. તેણે ભારતની સામાન્ય ચૂંટણીના પરિણામો અને ચીનના શેરના આકર્ષક મૂલ્યાંકનથી પ્રભાવિત થઈને આ રીતે રકમ મોટા પાયે કાઢી લીધી હતી.
ફોરેન પોર્ટફોલિયો રોકાણકારોએ મે મહિનામાં રૂ. 25,586 કરોડ અને એપ્રિલમાં રૂ. 8,700 કરોડથી વધુ રોકાણ ચૂંટણીના પરિણામો અંગે અનિશ્ચિતતા, મોરેશિયસ સાથેની ભારતની ટેક્સ સંધિમાં થયેલા ફેરફારો અને યુએસ બોન્ડ યીલ્ડમાં સતત વધારો થવાને કારણ પાછું ખેંચી લીધું હતું.
અગાઉ, એફપીઆઈએ માર્ચમાં રૂ. 35,098 કરોડ અને ફેબ્રુઆરીમાં રૂ. 1,539 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું, એમ ડિપોઝિટરી ડેટા દર્શાવે છે. તેણે જાન્યુઆરીમાં 25,743 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મધ્યમથી લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં વિદેશી નિર્દેશકો ભારતમાં વ્યાજ દરોની દિશા પર નજર રાખશે.
ડેટા અનુસાર, એફપીઆઈએ આ મહિને (7 જૂન સુધી) રૂ. 14,794 કરોડની ચોખ્ખી ઉપાડ કરી છે.
ભારતમાં સામાન્ય ચૂંટણીના પરિણામોએ જૂનમાં ભારતીય ઇક્વિટી બજારોમાં વિદેશી રોકાણકારોના પ્રવાહને નોંધપાત્ર રીતે પ્રભાવિત કર્યો હતો.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે ચાઇનીઝ શેરોને લઇને એફપઈઆઈની નિરાશાનો અંત આવી રહ્યો છે અને હોંગકોંગ એક્સચેન્જમાં લિસ્ટેડ ચીની શેરોમાં રોકાણ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ચીનના શેરનું મૂલ્યાંકન ખૂબ જ આકર્ષક બન્યું છે.