સપ્ટેમ્બર માસ પણ લાભકારી રહ્યો, ચોથીવાર કલેક્શન 1.60 લાખ કરોડને વટાવી ગયું
જીએસટી કલેક્શનથી સરકારની તિજોરીમાં રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. સપ્ટેમ્બર મહિનો કમાણીની દૃષ્ટિએ ઉત્તમ સાબિત થયો છે. સરકારના વહીવટી તંત્રમાં જોમ આવ્યું છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હવે દર મહિને કેન્દ્ર સરકારની તિજોરીમાં લાખો કરોડો રૂપિયા નાખે છે. સપ્ટેમ્બરમાં સરકારનું જીએસટી કલેક્શન રૂ. 1,62,712 કરોડ હતું. ચાલુ નાણાકીય વર્ષમાં આ ચોથી વખત છે જ્યારે સરકારનુંકલેક્શન રૂ. 1.60 લાખ કરોડને વટાવી ગયું છે.
અગાઉ ઓગસ્ટ મહિનામાં સરકારને
જીએસટીમાંથી 1,59,069 કરોડ રૂપિયા મળ્યા હતા. આ 6 મહિનામાં પ્રથમ વખત રૂ. 1.60 લાખ કરોડથી ઓછું કલેક્શન હતું. તે પહેલા સરકાર માર્ચ 2023 પછી દર મહિને 1.60 લાખ કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરતી હતી. જો એક વર્ષ પહેલાની સરખામણી કરવામાં આવે તો ઓગસ્ટમાં કલેક્શન પણ સારું હતું, કારણ કે ઓગસ્ટ 2022ની સરખામણીમાં કલેક્શનમાં 11 ટકાનો વધારો થયો હતો.