વાયદા બજારમાં સોના-ચાંદીમાં કડાકાનો દોર સતત બીજા યથાવત
MCX પર સોના-ચાંદીમાં કડાકાનો દોર થમવાનું નામ નથી લઈ રહ્યો. સતત બીજા દિવસે પણ ભારે કડાકાનો દોર જોવા મળ્યો છે. આજે સવારે કારોબાર ખુલતાની સાથે જ સોના અને ચાંદી બંનેના ભાવમાં ભારે નરમાઈ નોંધાઈ છે. રોકાણકારો દ્વારા મોટા પાયે કરવામાં આવેલા પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક બજારના નબળા સંકેતો વચ્ચે સોના-ચાંદીના ભાવ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
આજે સવારે બજાર ખુલતાની સાથે જ ચાંદી ₹3897 અને સોનું ₹1543 સુધી ગગડી ગયું. રોકાણકારો દ્વારા થયેલી મોટા પાયે પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક સ્તરે મજબૂત ડોલર અને ફુગાવાની ચિંતાને આ પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
ચાંદી (Silver) ની બજાર સ્થિતિ
કોન્ટ્રાક્ટ: MCX પર ચાંદીના 04-સપ્ટેમ્બર-2026ના વાયદા કોન્ટ્રાક્ટમાં મોટો કડાકો બોલાયો છે.
ઘટાડો: સરેરાશ ₹3,897 નો ઘટાડો નોંધાયો છે.
ભાવની વિગતો:
અગાઉનો બંધ ભાવ (Prev. Close): ₹5,35,447.00
ઓપનિંગ ભાવ (Open): ₹2,33,780.00
દિવસની ઊંચી સપાટી (High): ₹2,33,982.00
દિવસની નીચી સપાટી (Low): ₹2,31,550.00
વર્તમાન ટ્રેડિંગ સ્તર: ₹2,31,799.00 ની આસપાસ
આ પણ વાંચો: અમેરિકાનો ગંભીર આરોપ: ચીનને ટેરિફથી બચાવવામાં ભારત સહિત 40 દેશો સામેલ
સોના (Gold) ની બજાર સ્થિતિ
કોન્ટ્રાક્ટ: સોનાના 05-ઓક્ટોબર-2026ના વાયદા કોન્ટ્રાક્ટમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ઘટાડો: સરેરાશ ₹1,543 સુધીનો ઘટાડો નોંધાયો છે.
ભાવની વિગતો:
અગાઉનો બંધ ભાવ (Prev. Close): ₹1,53,466.00
ઓપનિંગ ભાવ (Open): ₹1,53,200.00
દિવસની ઊંચી સપાટી (High): ₹1,56,200.00
દિવસની નીચી સપાટી (Low): ₹1,51,923.૦૦
વર્તમાન ટ્રેડિંગ સ્તર: ₹1,52,036.00 ની આસપાસ
સોના-ચાંદી ગગડવાના 4 મુખ્ય કારણો
૧. સ્ટીકી ઇન્ફ્લેશન (Sticky Inflation): અમેરિકામાં ફુગાવાની સ્થિતિ સતત યથાવત રહેવાના કારણે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં કડક વલણ (Monetary Tightening) અપનાવવાની શક્યતાઓ વધી ગઈ છે, જેની સીધી નકારાત્મક અસર બુલિયન માર્કેટ પર પડી રહી છે. સોનું અને ચાંદી બિન-વ્યાજ આપતી ધાતુઓ હોવાથી ઊંચા વ્યાજદરથી રોકાણકારો તેનાથી દૂર ભાગે છે અને ડોલર તરફ વળે છે.
૨. પ્રોફિટ બુકિંગનું દબાણ: છેલ્લા સેશનમાં સોનું બે મહિનાના ઊંચા સ્તરે પહોંચ્યા બાદ વૈશ્વિક બજારમાં રોકાણકારોએ મોટા પાયે નફો વસૂલવાનું (Profit-taking) શરૂ કરી દીધું છે. આ વેચવાલીના કારણે ભાવ પર સીધું દબાણ આવ્યું છે.
૩. ક્રૂડ ઓઇલની અસ્થિરતા: મિડલ ઈસ્ટનો તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ની અનિશ્ચિતતાના કારણે બ્રેન્ટ ક્રૂડ $87 પ્રતિ બેરલને પાર કરી ગયું છે. ક્રૂડ મોંઘું થવાથી ફુગાવો વધવાનું જોખમ રહે છે, જેના કારણે ફેડરલ રિઝર્વ દરમાં કાપ મૂકવાનું ટાળી શકે છે. આ પણ સોના માટે નેગેટિવ સંકેત છે.
૪. મજબૂત ડોલર ઇન્ડેક્સ: વૈશ્વિક સ્તરે ડોલર ઇન્ડેક્સ મજબૂત બનતા કિંમતી ધાતુઓ પર દબાણ વધુ વધ્યું છે. તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાંથી મળી રહેલા નબળા સંકેતો અને રોકાણકારોના સેન્ટિમેન્ટ પણ સ્થાનિક વાયદા બજારને અસર કરી રહ્યા છે.
