પેહલા કૂલફી વેચી, પછી સંઘર્ષ કરી બિઝનેસ કર્યો, હવે ટર્નઓવર 20,000 કરોડ
દક્ષિણ ભારતના ચન્દ્રમોગન આજે બિઝનેસ સમ્રાટ છે, ક્યારેક એમનો પગાર નોકરીમાં 65 રૂપિયા હતો
તમે જો ધારી લ્યો અને સખત મેહનત કરો તો પ્રગતિ તમારા કદમ ચૂમવા મજબૂર બની જશે. એક કહવત છે કે .. જ્યાં ચાહ છે ત્યાં રાહ છે. આ કહવત ચરિતાર્થ કરી છે દક્ષિણ ભારતના બિઝનેસ બાઝીગર આર . ચન્દ્રમોગને.
ચન્દ્રમોગન આજે ભલે અબજો રૂપિયાના માલિક હોય પણ એક વખતે કુલફી વેચતા હતા, તેની પેહલા એમણે મહીને 65 રૂપિયાની નોકરી કરી હતી. આજે એમની કંપની ટોચ લેવલની ગણાય છે અને તેનું નામ છે હટસન એગ્રો પ્રોડકટ.
નાના એવા રેકડામાં વેપાર કરીને જીવન પસાર કરનારા આ બિઝનેસમેન આજે 20 હજાર કરોડનું ટર્નઓવર ધરાવે છે. 1970 માં નાનો આઇસક્રીમ બિઝનેસ શરૂ કર્યો હતો. ફક્ત 13 હજાર રૂપિયાથી બિઝનેસ શરૂ કર્યો અને એવી મેહનત કરી કે બધાની આંખો ચાર થઈ ગઈ.
હટસન એગ્રો પ્રોડક્ટ વેચાણના હિસાબે દેશની સૌથી મોટી ખાનગી ડેરી કંપનીઓ પૈકીની એક છે. એમની કંપની 10 હજાર ગામોમાં 4 લાખ ખેડૂતો પાસેથી દૂધ ખરીદે છે. 42 થી વધુ કંપનીઓને ડેરી સામગ્રીની નિકાસ પણ કરે છે.
એક વખતે ચન્દ્રમોગન લાકડા વેચતી લાઠીમાં નોકરી કરી હતી જ્યાં 65 રૂપિયા પગાર હતો. થોડા સામે બાદ નોકરી છોડીને આઇસક્રીમ બિઝનેસ શરૂ કર્યો અને પછી આગળ વધતાં જ રહ્યા.
આજના યુવાનોએ એમના જીવનમાંથી પ્રેરણા લઈને મેહનત અને સંઘર્ષનો રાહ લઈ લેવો જોઈએ તો પરિવાર અને દેશ આગળ વધી શકે.
