કોરોનાના ભયે શેરબજારને ધ્રુજાવ્યું : સેન્સેક્સ વાંચો કેટલા પોઈન્ટ તૂટયો
દેશમાં કોરોનાનાં નવા વેરિયન્ટનો પગપેસારો થઇ ગયો છે તેવા અહેવાલોને પગલે પગલે શેરબજારમાં ગભરાટ છવાયો છે અને આજે મોટી ઉથલપાથલ જોવા મળી હતી. આજે સેન્સેક્સમાં ૧૦૦૦ જેટલા પોઈન્ટનો કડાકો બોલ્યો હતો અને આ સાથે જ
સેન્સેક્સ 71 હજારથી નીચે આવી ગયો છે.
આજે અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, યુપીએલ, ટાટા સ્ટીલ અને કોલ ઈન્ડિયા નિફ્ટીમાં ટોપ લૂઝર રહ્યા હતા. જ્યારે ઓએનજીસી, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેન્ક નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા. સેક્ટોરલ ફ્રન્ટ પર નજર કરીએ તો તમામ સેક્ટર લાલ નિશાનમાં બંધ થયા હતા. કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી ઇન્ડેક્સ 2-4 ટકા સુધી ઘટીને બંધ થયા છે. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 3 ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા છે.
ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 930.88 પોઈન્ટ્સ અથવા 1.30 ટકાના ઘટાડા સાથે 70,506.31 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 302.95 પોઈન્ટ અથવા 1.41 ટકાના ઘટાડા સાથે 21150.15 ના સ્તર પર બંધ થયો હતો.