શેરબજારમાં મે-જૂનમાં મોટા ઉતાર -ચડાવની શક્યતાઓ
બજાર જુલાઈ મહિનાથી સ્થિર થશે
લોકસભાની ચૂંટણીઓના પરિણામો સુધી મોટી વધઘટ જોવા મળશે
શોર્ટ ટર્મ ટ્રેડર્સ સાવચેતી રાખે
લાંબી મુદતના રોકાણકારોએ ડરવાની જરૂર નથી
હાલમાં શેર બજારમાં જોરદાર ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. 4 જુને પરિણામો જાહેર થશે પછીના થોડા દિવસોમાં નવી સરકારની રચના થશે. ત્યાર પછી બજારમાં સ્થિરતા જોવા મળશે.ત્યાર પછી બજારમાં નવી ચાલ પકડાશે.
હાલમાં સેકન્ડરી માર્કેટમાં ખૂબ જ મોટી વધઘટ જોવા મળી રહી છે. ત્યારે પ્રાઇમરી માર્કેટમાં મોટી બુમ જોવા મળી રહી છે. તેજી જોવા મળી રહી છે. પ્રાઇમરી માર્કેટમાં આઈ.પી.ઓ ના લિસ્ટિંગ ઊંચા પ્રીમિયમ થી થઈ રહ્યા છે. એસ.એમ.ઇ આઈ.પી.ઓ ના લિસ્ટિંગ ઘણી વખત ડબલ પ્રીમિયમ થી પણ વધારે ભાવે થઈ રહ્યા છે.
પ્રાઇમરી માર્કેટનો દબદબો જળવાયેલો છે. જ્યારે સેકન્ડરી માર્કેટમાં હાલમાં ઘણા કારણોસર હાલક-ડોલક ની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને વિદેશી રોકાણકારોની સંસ્થાઓ મોટાપાયે શહેરોમાં વેચવાની કરી રહી છે. હજારો કરોડોના શેરો મે મહિનામાં વિદેશી સંસ્થાઓએ વેચી નાખ્યા છે. ઉપરાંત નાણાકીય વર્ષ 2023 ના ચોથા કવાટર ના એટલે કે 2023 ના ચોથા ત્રિમાસિક પરિણામો થોડાક નબળાજોવા મળી રહ્યા છે.
બીજી બાજુ પ્રત્યક્ષ કરવેરા ની આવકમાં જોરદાર વધારો જોવા મળ્યો છે,તો જી.એસ.ટી ની આવક પણ વધી ગઈ છે એટલે કે બજારમાં સારા સમાચાર આવી રહ્યા છે,તો ખરાબ સમાચાર પણ બજારને મળી રહ્યા છે.
જેથી એવું કહી શકાય બજારને સ્થિર થતામાં ઓછામાં ઓછા બે-ત્રણ મહિના લાગશે. લાંબા ગાળાના રોકાણ કરવામાં કોઈ વાંધો નથી પરંતુ ટૂંકા ગાળાના રોકાણ ઉપરાંત ડેઇલીના ટ્રેડર્સને આ બજારમાં નુકસાન જવાની શક્યતા વધારે છે. શેરબજારમાં મોટા કડાકા બોલે ત્યારે લાંબા ગાળા માટે રોકાણ કરી શકાય.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યાનુસાર બજારમાં જ્યારે મોટો ઘટાડો આવે ત્યારે સારા ફન્ડામેન્ટલ ધરાવતી કંપનીઓ કે જે નિયમિત ડિવિડન્ડ આપતી હોય,સારા પરિણામો આવતા હોય અને ખાસ કરીને સારા પ્રમોટર્સ દ્વારા જેનું સંચાલન થતું હોય તેવી કંપનીઓમાં રોકાણ કરી શકાય.
રોકાણકારોએ નિયમિત રીતે પોતાના પાસે રહેલા શેરોની યાદી ચકાસીને જે કંપનીમાં રોકાણ કર્યું હોય તેના દરેક ત્રીમાસિક પરિણામો પર નજર રાખવી જોઈએ અને થોડુંક જોખમ જણાય તો તેવા શેર વેચીને સારું ડિવિડન્ડ આપતી અને સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા સંચાલક વાળી કંપનીના શેર ખરીદવા જોઈએ.
બજારમાં લાંબા ગાળે કોઈ મોટા ઘટાડા ની શક્યતા નથી. જે રીતે આપણા દેશની નાણાંકીય સંસ્થાઓ શેર ખરીદી રહી છે. ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડો માં પણ ખાસ કરીને એસ.આઈ.પી દ્વારા નાણા ઠાલવવામાં આવી રહ્યા છે તે જોતા બજાર ને ટેકો મળશે અને ઘટાડાની શક્યતા નહીવત રહેશે.
હાલમાં રોકાણકારોની દ્વિઘા છે કે શેરોમાં રોકાણ કરવું કે નહીં. જે શેરો છે તે રાખવા કે વેચીને નીકળી જવું તો એવું કહી શકાય કે સારી કંપનીના શેરો વેચવામાં ઉતાવળ કરવી નહીં. ઉપરાંત દરેક મોટા ઘટાડે સારી કંપનીના શેરો ખરીદવા. આ ઉપરાંત પ્રાઇમરી માર્કેટમાં પણ મોટી તેજી ચાલી રહી હોય તો શેરો મેળવવા અરજી કરવી અને જોખમ લાગતુ હોય તેવી કંપનીના આઇ.પી.ઓ લિસ્ટિંગ ગેઇન મેળવવા માટે જ ફ્ક્ત ભરવા.
લાંબા ગાળે સેન્સેક્સ માં મોટી તેજી થશે 2024 માં સેન્સેક્સ 81000 ની સપાટી વટાવે તો પણ કોઈ નવાઈ નહીં.
અત્યારે સોના અને સેન્સેક્સ માં પણ હરીફાઈ ચાલી રહી હોય તેવું લાગે છે કોણ પહેલા 81000 ની સપાટી કુદાવે તે કહેવું અત્યંત મુશ્કેલ છે