શેરબજારમાં બ્લેક ફ્રાઈડે : રોકાણકારો ધોવાયા
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી માટે શુક્રવાર ફરી બ્લેક ફ્રાઇડે બન્યો છે.
સેબીના ચેરમેન સામે થયેલા આક્ષેપો અને આંતરિક વિરોધ વચ્ચે શુક્રવારે શેરબજારનું સેન્ટીમેન્ટ ખરડાયુ હતું. શેરબજારની નકારાત્મક શરૂઆત બાદ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 1017 પોઇન્ટ અને નિફ્ટી 292 પોઇન્ટથી વધુ તૂટ્યા હતા. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આ ત્રીજો દિવસ હતો જ્યારે ભારતીય શેરબજાર ઘટ્યા હતા. શેરબજારમાં ઘટાડાને પગલે રોકાણકારોને 3 લાખ કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું છે. આ ઘટાડામાં સેન્સેક્સ બ્લુચીપ શેર એસબીઆઈ અને રિલાયન્સ ટોપ લૂઝર રહ્યા છે.