યુનિયન બેન્કને 46.79 કરોડમાં નવડાવનાર અમદાવાદની કંપની સામે CBIના આકરાં પગલાં
બેંકો સાથે છેતરપિંડી કરીને કરોડો રૂપિયામાં તેમને નવડાવી દેવાની ઘટનાઓ સતત બનતી રહે છે અને ફરીવાર અમદાવાદની એક ખાનગી કંપની અને તેના ડાયરેક્ટરો સામે યુનિયન બેંક ઑફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ થઈ છે અને સીબીઆઈ દ્વારા આકરી કાર્યવાહી કરીને ડાયરેક્ટરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.