અદાણી ‘સિમેન્ટ કિંગ’ બનવા ભણી: કચ્છની સાંધી સિમેન્ટ રૂા.5000 કરોડના ખર્ચે ખરીદી
હાલ 56.74% શેરમૂડી ખરીદવા આંતરિક ભંડોળનો ઉપયોગ
દેશમાં સૌથી મોટો સિંગલ સ્પેસ સિમેન્ટ-કલીન્કર ઉત્પાદન સુવિધા તથા ખુદની જેટી-પાવર પ્લાંટ ધરાવતું એકમ હવે અદાણી ગ્રુપમાં
મુંબઈ: હીડનબર્ગ રીપોર્ટ બાદ ફરી એક વખત રી-બાઉન્ડ થઈને દેશના ટોચના કોર્પોરેટ એકમ તરીકેની ઝડપ વધારતા અદાણી ગ્રુપે ગુજરાતના કચ્છના અત્યંત મહત્વના સિમેન્ટ રો-મટીરીયલ્સ લાઈમ સ્ટોનના રીઝર્વ ધરાવતી અને 6.6 મીલીયન ટનની આર્થિક સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા ધરાવતી સાંધી ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડમાં 56.74% શેર હીસ્સો ખરીદી લીધો છે જે સોદો રૂા.5000 કરોડમાં થયો છે અને સૌથી મહત્વનું એ છે કે આ એકવેઝીશન માટેનું પૂર્ણ ભંડોળ અદાણી ગ્રુપ તેના આંતરિક સ્ત્રોતમાંથી જ ઉભા કરશે.
સાંધી સિમેન્ટ લી.નું સાંધીપુરમ યુનિટ કેપેસીટીની દ્રષ્ટિએ દેશનું સૌથી મોટુ સિંગલ લોકેશન સિમેન્ટ અને કિલન્કટ યુનિટ છે અને તે ખુદની જેટી અને પાવર પ્લાંટ ધરાવે છે અને અગાઉ અદાણી ગ્રુપે સ્વીસ કંપની પાસેથી અંબુજા સિમેન્ટ ખરીદી હતી અને હવે સાંધી સિમેન્ટના એકવેઝીશનથી તેની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા 73.6 મીલીયન ટન પ્રતિ વર્ષ પહોંચી જશે અને તેનું લક્ષ્ય 2028 સુધીમાં 140 મીલીયન ટન પ્રતિ વર્ષનો છે જે હાંસલ કરવામાં પણ સફળતા મળશે. અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું
કે સાંધી સાથે જોડાઈને અંબુજા તેની ઉત્પાદન ક્ષમતાના આધારે બજાર હિસ્સો વધારવા માંગે છે અને સાંધી સાથે જોડાવાથી અંબુજા સિમેન્ટની વૃદ્ધિની ગતિ ઝડપી બનશે. શાંધીપુરમ એ કચ્છમાં 2700 હેકટરમાં ફેલાયેલુ યુનિટ છે તેની કિલંકર કેપેસીટી 6.6 મીલીયન ટન પ્રતિ વર્ષની છે અને સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા 6.1 મીલીયન ટન પ્રતિ વર્ષની છે. ઉપરાંત તે 130 મેગાવોટ આવા પ્લાંટ ઉત્પાદન ક્ષમતા અને ખાસ કરીને વેસ્ટ હીટ રીકવરી સીસ્ટમથી 13 મેગાવોટ પાવર જનરેટ કરે છે. આ સંપૂર્ણ સોદો અંદાજે રૂા.5 હજાર કરોડનો થયો છે. સાંઘી ઈન્ડસ્ટ્રી એ દેશમાં ફર્સ્ટ જનરેશન સાહસીક તરીકે જાણીતા રવિ સાંઘી દ્વારા સંચાલીત કંપની છે.