ટનલમાં ફસાયેલા મજૂરો અંગે વિદેશી નિષ્ણાતે શું કહ્યું ? કેવી ચિંતા બતાવી ? વાંચો
ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે ઓપરેશન ચાલુ જ છે પરંતુ વિદેશી નિષ્ણાતે ચેતવણી આપતાં એમ કહ્યું છે કે હવેની કામગીરી માટે એકદમ ચોક્કસ એન્જિનિયરિંગની જરૂર હશે અને જો એક પણ ભૂલ થઈ તો બધુ તહેસનહેસ થઈ શકે છે અને ભૂસ્ખલન થઈ શકે છે.
ઇન્ટરનેશનલ સુરંગ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સએ એવી માહિતી આપી હતી કે સાઇટ પર હજુ પણ કેટલાક ટેકનિકલ પ્રશ્નો છે. માંરૂ આગળનું કામ પહાડની ચોંટી પર, પહાડના કિનારે પહાડની પાછળ જવાનું છે અને ત્યાં ચાલી રહેલા મિશનની તપાસ કરવાનું છે. અમેરિકી ઓગર મશીન અત્યારે કામ કરતી નથી પણ તે તૈયારીમાં જ છે અને ચાલુ થઈ જશે.
ઓગરીનગ માટે એકદમ ચોક્કસ એન્જિનિયરિંગની જરૂર હોય છે, કારણ કે આપણે જો કઈ પણ ખોટું કામ કરશું તો ભૂસ્ખલન થઈ શકે છે અને બધુ જ બગડી શકે છે. વર્ટીકલ ડ્રિલિંગ માટે બે સ્થાનોની પસંદગી થઈ છે અને બંને જગ્યા ખૂબ જ ઊંચાઈ પર છે. અમે લોકો અનેક મિશન અને પ્લાન સાથે કામ કરી રહ્યા છીએ.
અમે બધા જ લોકોને બચાવવા જય રહ્યા છીએ અને બધાને બચાવી લેવાનો વિશ્વાસ પણ છે. એક પણ મજૂરને ઇજા ના પહોંચે તે રીતે અમે કામ કરી રહ્યા છીએ. અમે બધાને બચાવી લેશું.