સોનાના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક ઘટાડો, ખરીદવા માટે યોગ્ય તક
4 ડિસેમ્બરના રોજ સોનાનો ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યો હતો. એ દિવસે 64063 રૂપિયા ભાવ હતો. હવે 11 ડિસેમ્બરના રોજ બજાર બંધ થયું ત્યારે સોનાના ભાવ 3000 રૂપિયા ઘટીને 61177 પર પહોંચી ગયા છે. 12 ડિસેમ્બરના રોજ સોનાના ભાવમાં સામાન્ય સુધારો થયો હતો. જેમાં MCX પર સોનાનો ભાવ 61325 રૂપિયા પહોંચ્યો હતો. સોનાના ભાવમાં ઘટાડાનું કારણ ડોલર ઈન્ડેક્સમાં તેજી છે. ડોલર ઈન્ડેક્સ 104ની આસપાસ છે. જાણકારોનું કહેવું છે કે હાલમાં સોનું ટોચની સપાટીએ છે. જો ડોલર ઈન્ડેક્સમાં વધારો થયો તો ભાવમાં વધુ ઘટાડો થશે. એકસપર્ટ્સનું કહેવું છે કે હાલમાં ભાવમાં ઘટાડો છે તો લગ્ન હોય તો સોનું ખરીદી લેવું જોઈએ કારણ કે આગામી દિવસોમાં ભાવ વધી શકે છે.
વિદેશી બજારોમાં સોનું અને ચાંદી
અમેરિકામાં ફુગાવાના આંકડા જાહેર થાય તે પહેલા વિદેશી બજારોમાં સોના અને ચાંદીમાં ઉપરના સ્તરેથી નરમાઈ જોવા મળી રહી છે. COMEX પર સોનાની કિંમત $2000 પ્રતિ ઓન્સ પર ટ્રેડ થઈ રહી છે. લગભગ 3 અઠવાડિયા પછી, સોનાનો દર $2000 થી નીચે સરકી ગયો છે. ચાંદી પણ 1 મહિનાના સૌથી નીચા સ્તરે કારોબાર કરી રહી છે. કોમેક્સ પર ચાંદીની કિંમત ઘટીને $23.19 પ્રતિ ઓન્સ થઈ ગઈ છે.
આજના સોનાના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewelers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ગઈકાલે સવારે 820 રૂપિયા તૂટીને 61595 રૂપિયાની સપાટીએ ખુલ્યું હતું અને બંધ થયું ત્યારે વધુ ભાવ ગગડીને 61452 રૂપિયાની સપાટીએ બંધ થયું હતું જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ હાલ 751 રૂપિયા ગગડીને 56421 રૂપિયાના સ્તરે પહોંચ્યું અને છેલ્લે 56290 પર બંધ થયું હતું. આજે બજાર ખુલતા ભાવ વધુ 90 રૂપિયા ગગડીને 56200 પર પહોંચી ગયો. ચાંદીની વાત કરીએ તો ચાંદી ગઈ કાલે સવારે પ્રતિ કિલો 2023 રૂપિયા ગગડીને 71688 રૂપિયાના સ્તરે પહોંચી હતી સાંજે વધુ 286 રૂપિયા ગગડીને 71402 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી જે આજે 240 રૂપિયાની તેજી સાથે 71642 રૂપિયના સ્તરે છે.. શુક્રવારે જ્યારે બજાર બંધ થયું ત્યારે ચાંદીના ભાવ 73711 રૂપિયા પ્રતિ કિલો હતા.