સાંસદ મિમી ચક્રવર્તીએ મમતા બેનર્જીને આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મિમી ચક્રવર્તીએ પોતાનું રાજીનામું તૃણમૂલ કોંગ્રેસના પાર્ટીના વડા મમતા બેનર્જીને સોંપ્યું છે. અભિનેત્રી મિમી ચક્રવર્તીનું કહેવું છે કે તે પોતાની સીટ પર TMCના સ્થાનિક નેતૃત્વથી નારાજ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મિમી ચક્રવર્તી જાદવપુર બેઠક પરથી જીત્યા હતા.