રામ મંદિરના પૂજારીપદ માટે કેટલી અરજીઓ આવી ? જુઓ
અયોધ્યામાં રામ મંદિરના પૂજારીના પદ માટે 3000 ઉમેદવારોએ અરજી કરી હતી. તેમાંથી 200 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા છે. મકરસંક્રાંતિ પછી 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ જણાવ્યું હતું કે, 200 ઉમેદવારોને તેમની યોગ્યતાના આધારે ઇન્ટરવ્યુ માટે પસંદ કરવામાં આવ્યા છે અને ટ્રસ્ટ દ્વારા તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા છે. જો કે 20 ની જ પસંદગી કરવામાં આવશે.
અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના મુખ્યાલય કારસેવક પુરમ ખાતે તેમનો ઈન્ટરવ્યુ યોજાઈ રહ્યો છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર વૃંદાવનના જયકાંત મિશ્રા અને અયોધ્યાના બે મહંત મિથિલેશ નંદિની શરણ અને સત્યનારાયણ દાસની ત્રણ સભ્યોની પેનલ તેમનો ઈન્ટરવ્યુ લઈ રહી છે.
ઉમેદવારોને શું પૂછવામાં આવ્યું ?
વિગતો મુજબ ઇન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારોને ઘણા પ્રશ્નો અને જવાબો પૂછવામાં આવ્યા હતા. દરમિયાન ‘સંધ્યા વંદન’ શું છે, તેની પદ્ધતિઓ શું છે અને આ પૂજા માટેના ‘મંત્રો’ શું છે? ભગવાન રામની ઉપાસના માટેના ‘મંત્રો’ શું છે અને તેના માટે ‘કર્મકાંડ’ શું છે? …આવા સવાલ-જવાબ ઉમેદવારોને પૂછવામાં આવે છે.