ખુશખબર ઉત્તરકાશી ટનલમાં ખોદકામ પૂરું થયું, મજૂરો સુધી પહોંચી ગઈ એન ડી આર એફ ની ટીમ, હવે ગમે ત્યારે મજૂરોને બહાર કઢાશે
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 41 કામદારોને બચાવવાનો રેસ્કૂય ઓપરેશન સફળ થઈ ગચો છે. બચાવ ટુકડીઓ સુરંગની ઉપરથી વર્ટિકલ ડ્રિલિંગ કરી રેસ્કૂય ઓપરેશન સફળ કર્યું છે. બચાવ ટુકડીઓએ કામદારોના સંબંધીઓને તેમના કપડા અને બેગ તૈયાર રાખવા જણાવ્યું છે. તેમજ NDRFની ટીમ સુરંગમાં પહોંચી છે. જો કે, થોડીવારમાં 41 કામદારો બહાર આવી શકે છે. કામદારોને બહાર કાઢ્યા બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવશે. કામદારોના સંબંધીઓનેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.
આજે રેસ્કૂય ઓપરેશનને 17મો દિવસ હતો
સિલ્ક્યારા ટનલમાં રેસ્ક્યુ ઓપરેશનનો આજે 17મો દિવસ હતો. કામદારોને બહાર કાઢવા માટે ટનલની અંદર મેન્યુઅલ ડ્રિલિંગનું કામ ચાલવવામા આવ્યું હતું. બચાવ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે ટનલની અંદર પાઈપલાઈન નાખવા માટે ખોદકામ કરવું પડ્યું હતું. બચાવ કાર્યકરોએ ઓગર મશીનનો ઉપયોગ કરીને ડ્રિલિંગ કામ પૂર્ણ કર્યું હતું.
41 જિંદગી બચાવી લેવાશે
ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે ચલાવવામાં આવી રહેલા રેસ્ક્યુ ઓપરેશન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત નજર રાખી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરીથી મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને ફોન કર્યો હતો અને સિલ્ક્યારામાં ટનલમાં ફસાયેલા મજૂરોની રાહત અને બચાવ કાર્ય અંગે માહિતી મેળવી હતી
સમગ્ર ઘટનાનો PM મોદીએ તાગ મેળવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પાસેથી ટનલમાં ફસાયેલા કામદારો બાબતેની તમામ માહિતી મળેવી પૂછપરછ કરી હતી. તેમજ વડાપ્રધાને ડ્રિલિંગ સંબંધિત પણ જરૂરી તાંગ મેળવ્યા હતાં. તેમણે અંદર ફસાયેલા કામદારોની સુરક્ષાની સાથે બહાર રાહત કાર્યમાં લાગેલા લોકોની સુરક્ષા માટે પણ ખાસ કાળજી લેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અંદર ફસાયેલા કામદારોના પરિવારોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે ધ્યાન રાખવા જણાવ્યું હતું.
તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવ્યા
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અંદર ફસાયેલા તમામ કામદારોને ગુણવત્તાયુક્ત ખોરાક નિયમિતપણે મોકલવામાં આવ્યું હતું. તમામ કામદારોને ડોકટરો અને મનોચિકિત્સકો સાથે પણ સતત સંપર્કમાં રાખવામાં આવી રહ્યા છે. ફસાયેલા કામદારોના પરિવારજનો સાથે પણ સતત વાતચીત ચાલી રહી હતી. તેમણે માહિતી આપી હતી કે SDRF દ્વારા સ્થાપિત કોમ્યુનિકેશન સેટઅપ ઉપરાંત BSNL દ્વારા ટેલિફોનિક કોમ્યુનિકેશન સેટઅપ પણ લગાવવામાં આવ્યું છે.