અરરર .. આવું બોલ્યા નીતિશકુમાર ? દેશમાં હોબાળો.. .. વાંચો
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરમાં ન બોલી શકાય તેવી વાતો વિધાનસભામાં કરીને સોશિયલ મીડિયાનો પારો હાઈ કરી દીધો હતો. વસતી નિયંત્રણ ચર્ચા પર બોલતાં નીતિશ કુમારે સાવ અશ્લિલ કહી શકાય તેવી વાતો કરી હતી. ભાજપ સહિતના પક્ષોએ એમની ટીકા કરી હતી. દેશભરમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
નીતિશ કુમારે કહ્યું કે બિહારમાં મહિલાઓની સાક્ષરતા વધી છે. જો છોકરી શિક્ષિત રહેશે તો જનસંખ્યા પર અંકુશ આવશે. આ વાત સમજાવવા માટે નીતિશ કુમારે કહ્યું કે, જો છોકરી ભણી લેશે તો પુરુષ રોજ રાતે કરે છે, તેમાં વધારે બાળકો પેદા થઈ જાય છે. જો છોકરી ભણી લેશે તો તેની અંદર…..તેને….કરી દો. તેમાં વસતી ઘટી રહી છે.
નીતિશ કુમારે જ્યારે આવી વાતો કરી ત્યારે વિધાનસભામાં મહિલાઓ ધારાસભ્યો અસહજ સ્થિતિમાં જોવા મળી હતી. કેટલીક ગુસ્સે પણ ભરાઈ હતી તો બીજા કેટલાક ધારાસભ્યો હસતા દેખાયા હતા.
નીતીશના નિવેદન પર ધારાસભ્યોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. ભાજપના નેતા તારકિશોર પ્રસાદે કહ્યું કે મુખ્યમંત્રી આ વાત વધુ સારી રીતે કહી શક્યા હોત. ભાજપના ધારાસભ્ય નિક્કી હેમબ્રામે કહ્યું કે મુખ્યમંત્રી આ વાત સન્માનજનક રીતે કહી શક્યા હોત. તેમનો સ્ત્રીઓ પ્રત્યે આદર દેખાતો નથી.