હિમાચલનાં ચંબા પાસે બોલેરો નદીમાં ખાબકતાં 6 પોલીસમેંન સહિત 7 ના મોત
હિમાચલ પ્રદેશના ચંબા પાસે એક બોલેરો વાહન એકાએક નદીમાં ખાબકતાં 6 પોલીસમેન સહિત 7 લોકોના મોત થયા હતા. અન્ય 4 લોકો ઘાયલ થયા છે.
ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે એવી માહિતી આપી છે કે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો . મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.