ભાજપની ગેરંટી શૂન્ય છે, શું તેણે આજ સુધી કંઈ કર્યું છેઃ મમતા બેનર્જી
અલીપુરદ્વારમાં જનસભાને સંબોધતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, ‘ભાજપની ગેરંટી શૂન્ય છે, શું આજ સુધી કંઈ થયું છે? ભાજપે બે વખત જીત મેળવી છે. ચાના બગીચાના 10 લાખ કામદારોનું ભોજન બંધ કરી દેવામાં આવ્યું છે. એ લોકો અમારી પાસે આવ્યા. અમે 10 લાખ મજૂરોની મદદ કરી છે.