આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને પ્રથમવાર મળી રાહત, 3 દિવસના વચગાળાના જામીન મંજુર
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને પ્રથમવાર મળી રાહત, 3 દિવસના વચગાળાના જામીન મંજુર
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને અંતે અદાલતે રાહત આપી હતી અને 3 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. દારૂ કાંડ અંગે છેલ્લા 1 વર્ષથી મનીષ જેલવાસ ભોગવી રહ્યા છે. એમને ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે છૂટ આપવામાં આવી હતી.
સિસોદિયાએ કોર્ટમાં વચગાળાના જામીન આપવા અરજી કરી હતી જે કોર્ટે કારણ જાણ્યા બાદ મંજૂર રાખી હતી. 3 દિવસ માટે તેઓ લખનૌ લગ્ન સમારંભમાં હાજરી આપશે. પ્રથમવાર સિસોદિયાને અદાલતે રાહત આપી છે.