પ્રભાસની ફિલ્મ “કલ્કિ 2898 એડી” થિયેટર બાદ ઓટીટી પર થશે રિલીઝ!
નેટફલિકસે 175 કરોડમાં ઓટીટી રાઇટ્સ ખરીદ્યાની ચર્ચા
ફિલ્મ “કલ્કિ 2898 એડી” થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને એક્સાઈટમેન્ટ છે. આ વચ્ચે હવે તે ઓટીટી પર ક્યારે આવશે તેની ચર્ચા થઈ રહી છે. તો ચાલો તમને જણાવીએ કે આ ફિલ્મ ઓટીટી પર ક્યારે અને ક્યાં આવશે?
ફિલ્મ “કલ્કિ 2898 એડી” થિયેટર્સમાં રિલીઝ થતાં જ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે ઓપનિંગ દિવસથી જ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું છે. તેવામાં હવે તેની ઓટીટી રિલીઝને લઈને સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે “કલ્કિ 2898 એડી”ના હિન્દીમાં ઓટીટી રાઇટ્સ ઓટીટી પ્લેટફોર્મ નેટફલિકસે 175 કરોડ રૂપિયા જેવી જંગી રકમમાં ખરીદ્યા છે.
આ રિપોર્ટ પ્રમાણે થિએટ્રિકલ રિલિઝન લગભગ બે મહિના પછી ફિલ્મ “કલ્કિ 2898 એડી” નેટફલિકસ પર પ્રીમિયર કરી શકે છે. એટલે કે, ઓગસ્ટના અંતમાં આ ફિલ્મનું ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવાની આશા છે. જો કે, હજુ ફિલ્મની ઓટીટી રિલીઝ અંગે સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. “કલ્કિ 2898 એડી” એક મેગા બજેટ ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રભાસ, દિપીકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, દિશા પટણી અને કમલ હસને મુખ્ય ભૂમિકા ભજવી છે.