બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ સોશિયલ મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી નીતિશકુમાર અને ધારાસભ્ય મૈથિલી ઠાકુર અંગે આપત્તિજનક પોસ્ટ વાઈરલ કરનાર શખશની જામનગરથી ધરપકડ કરવામાં આવી છે. આ શખશ સામે બિહારના દરભંગાનાં સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને આ ફરિયાદના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે.
દરભંગા પોલીસના જણાવ્યા અનુસાર, દરભંગાના બહેડી પોલીસ સ્ટેશનના ઉજૈના ગામના રહેનારા પંકજ કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ ‘પંકજ યાદવ ઓફિશિયલ’ IDથી વડાપ્રધાન મોદી, નીતિશ કુમાર તથા મૈથિલી ઠાકુર વિરુદ્ધ આપત્તિજનક તસવીર અને રીલ શેર કરી હતી.
આ પોસ્ટ સામે આવ્યા બાદ દરભંગા એસએસપી જગુનાથ રેડ્ડીએ સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. આ બાદ આરોપીના ઈન્સ્ટાગ્રામ આઈડીનું લોકેશન ટ્રેસ કરવામાં આવતા તેગુજરાતમાં બતાવતું હતું. આ પછી દરભંગા પોલીસે ગુજરાત પોલીસને આની જાણકારી આપી હતી અને બાદમાં જામનગર પોલીસે પંકજ કુમારની ધરપકડ કરી લીધી. ધરપકડ કર્યાની જાણકારી મળ્યા બાદ દરભંગા પોલીસ ગુજરાત આવીને તેને બિહાર લઈ જશે.
આ પણ વાંચો :બિહારમાં માતાના ધાવણમાં મળ્યું ખતરનાક કેમિકલ! બાળકો પર કેન્સરનો ખતરો; અભ્યાસમાં બહાર આવી ચોંકાવનારી હકીકત
આ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ધરપકડની પુષ્ટિ સાયબર પોલીસના અધિકારી વિપિન બિહારીએ પંકજકુમાર નામના મૂળ બિહારના શખસે ફોટા અને પોસ્ટ વાઇરલ કરી હતી કરી છે. જાણકારી મુજબ પંકજ કુમાર એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે કેટલાક દિવસ પહેલા પિતાના નિધન પર તે બિહારમાં પોતાના વતન ગયો હતો. આ બાદ તે ફરીથી જામનગર પરત ફર્યો હતો અને અહીં તેણે સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ કરી હતી.
