‘લાલો’ ફિલ્મ હવે હિંદીમાં થશે રીલીઝ : ઢોલીવુડને નવી ઉંચાઈ અપાવનાર ફિલ્મ હવે હિંદી દર્શકોને ડોલાવશે,ડબિંગનું કામ શરુ
ગુજરાતી સિનેમામાં નવો ઇતિહાસ સર્જનાર “લાલો”-શ્રી કૃષ્ણ સદા સહાયતે આગામી દિવસોમાં હિન્દી ભાષામાં દર્શકોને જોવા મળશે. ખાસ પ્રમોશન વિના 10 ઓક્ટોબરે રિલીઝ થયેલી “લાલો”એ શરૂઆતનાં તબક્કામાં ધીમી ગતિએ ચાલ્યા બાદ દર્શકોનાં દિલમાં એવી છવાઈ ગઈ કે આ ગુજરાતી ફિલ્મે સીને જગતમાં નવો રેકોર્ડ રચી દીધો છે. આજે સોશિયલ મીડિયાથી લઈ જાણીતા ફિલ્મ સમિક્ષકોનાં મોઢેથી પણ પ્રશંસાનાં ફૂલો વરસી રહ્યા છે.
ફિલ્મનાં પ્રોડ્યુસર જય વ્યાસએ “વોઇસ ઓફ ડે” સાથેની ટેલિફોનિક વાતમાં કહ્યું કે, અત્યાર સુધીમાં 50 લાખ દર્શકોએ લાલો ગુજરાતીમાં નિહાળ્યું છે, હાલમાં ગુજરાતી ઓડિયન્સ આ ફિલ્મ નિહાળી લે, 1 કરોડ પ્રેક્ષકો ગુજરાતી ભાષામાં ફિલ્મ જોઈ લે તેવું અમારું લક્ષ્ય છે. ત્યારબાદ અમે હિન્દી ડબ વર્ઝનમાં આ ફિલ્મ રિલીઝ કરીશું. હજુ સુધી કોઈ તારીખ નક્કી નથી થઈ.
આ પણ વાંચો :ભાજપથી જ ઉજળા બનેલા કુંડારિયાને પક્ષના જ ભગવા ખેસની એલર્જી ? મોહનભાઈએ ગળે કે ખભે ખેસ ન નાખતા ભારે ચર્ચા
અત્યાર સુધીમાં 71 કરોડ સાથે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. રિલીઝ વખતે આ ફિલ્મને સ્ક્રીનીંગ પણ મળ્યું ન હતું ત્યારે આજે તમામ શો હાઉસફુલ જઈ રહ્યા છે, આગામી દિવસમાં 100 કરોડનાં કલબમાં પણ એન્ટ્રી લેશે. આ ફિલ્મમાં રિવા રાચ્છ, કરણ જોશી,અંશુ જોશી, કિન્નલ નાયકએ જોરદાર અભિનય આપ્યો છે.
