માતા વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં મુસ્લિમોના એડમિશનનો તીવ્ર વિરોધ: કોલેજ હિન્દુ શ્રદ્ધાળુઓના દાનથી ચાલતી હોવાનો દાવો
જમ્મુના કટરા સ્થિત શ્રી માતા વૈષ્ણોદેવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એક્સેલન્સમાં તેના પ્રથમ બેચના વિદ્યાર્થીઓની પ્રવેશ યાદીમાં 90% કાશ્મીરના મુસ્લિમ હોવાને કારણે એ યાદી રદ કરવાની માગણી સાથે સંઘ પરિવાર સાથે સંકળાયેલા સંગઠનો એ ઉપગ્રહ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. ઉધમપુરના ભાજપના ધારાસભ્ય આર.એસ. પઠાનિયાએ વીએચપી અને બજરંગ દળ દ્વારા ચલાવવામાં આવતા વિરોધ પ્રદર્શનોને ટેકો આપ્યો છે . તેમણે જણાવ્યું કે વૈષ્ણોદેવી મંદિરને અર્પણ કરાયેલા દાનથી સ્થાપિત સંસ્થામાં મુસ્લિમ સમુદાયના સભ્યોનું વર્ચસ્વ ન હોવું જોઈએ અને તે બેઠકો હિન્દુઓ માટે અનામત રાખવી જોઈએ.જો કે નિયમો હેઠળ, આ શક્ય નથી કારણ કે વૈષ્ણોદેવી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટને લઘુમતી સંસ્થા તરીકે વર્ગીકૃત કરવામાં આવી નથી.
J&K બોર્ડ ઓફ પ્રોફેશનલ એન્ટ્રન્સ એક્ઝામિનેશન્સ (JKBOPEE) એ વૈષ્ણોદેવી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ માટે 50 ઉમેદવારોની યાદી પાસ કર્યા પછી વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. એ યાદીમાં જેમાંથી 42 કાશ્મીરના અને આઠ જમ્મુના વિદ્યાર્થીઓ હતા . તેમાંથી, કાશ્મીરના 36 ઉમેદવારી અને જમ્મુના ત્રણ ઉમેદવારોએ પ્રવેશ મેળવી લીધો છે.
એ યાદી બહાર પડતા હિન્દુ સંગઠનો રોષ ફાટી નીકળ્યો હતો. વીએચપી અને બજરંગ દળે કટરા સંસ્થાની બહાર દેખાવો કર્યા હતા અને વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારીનું પૂતળું બાળ્યું હતું.
ભાજપના ધારાસભ્ય પઠાનિયાએ દાવો કર્યો કે જે લઘુમતી સંસ્થાઓને સરકારી ભંડોળ મળે છે, તેમાં પણ સંબંધિત લઘુમતિવ સમુદાય માટે બેઠકો અનામત રાખવામાં આવે છે .અહીં ટબસંસ્થા સરકાર પાસેથી એક પણ પૈસો લેતી નથી અને વૈષ્ણો દેવી યાત્રાળુઓ દ્વારા આપવામાં આવેલા દાન પર ચાલે છે. તેથી બેઠકો હિન્દુ વિદ્યાર્થીઓ માટે અનામત રાખવી જોઈએ કારણ કે આ મુદ્દો યાત્રાળુઓની શ્રદ્ધા સાથે સંકળાયેલો છે.
મેડિકલ કોલેજના ઇસ્લામીકરણનું કાવતરું: વિહીપનો આક્ષેપ
વિશ્વ હિન્દુ પરિષદના જમ્મુ કાશ્મીરનાના પ્રમુખ રાજેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે 2025-26 સત્ર માટે પ્રવેશ સ્થગિત રાખવો જોઈએ, અને મેનેજમેન્ટે તેની “ભૂલ” સુધારવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે આગામી સત્ર માટે પસંદ કરાયેલા મોટાભાગના વિદ્યાર્થીઓ હિન્દુ હોય. તેમણે આ વખતે તૈયાર કરાયેલી 50 વિદ્યાર્થીઓની યાદીને “મેડિકલ કોલેજનું ઇસ્લામીકરણ કરવાનું કાવતરું” ગણાવ્યું.
હિન્દુઓ માટે બેઠક અનામત રાખો: બજરંગ દળ મેદાનમાં
જમ્મુ કાશ્મીર બજરંગ દળ ના પ્રમુખ રાકેશ બજરંગીએ *JKBOPEE દ્વારા યાદી તૈયાર કરવામાં પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે મેનેજમેન્ટે કેન્દ્રીય *NEET પૂલમાંથી પ્રવેશ આપવો જોઈતો હતો, જેમાં સમગ્ર ભારતમાંથી ઉમેદવારો હતા, કારણ કે કોલેજ દેશભરના યાત્રાળુઓ દ્વારા દાનમાંથી સ્થાપિત કરવામાં આવી હતી.તેમણે કહ્યું કે કાશ્મીરના ઉમેદવારોને અન્ય કોઈપણ મેડિકલ કોલેજમાં પ્રવેશ આપવામાં અમને કોઈ વાંધો નથી, પરંતુ વૈષ્ણોદેવી કોલેજમાં હિન્દુ ઉમેદવારો માટે બેઠકો અનામત રાખવી જોઈએ, કારણ કે તે વૈષ્ણોદેવી મંદિરના દાનથી સામે આવ્યું છે.
ઉચ્ચ મેરિટ ધરાવતા મોટાભાગના વિદ્યાર્થીઓ મુસ્લિમ સમુદાયના
નામ ન આપવાની શરતે અધિકારીઓએ જણાવ્યું કે નેશનલ મેડિકલ કાઉન્સિલની માર્ગદર્શિકા મુજબ જ પ્રવેશ મંજુર કરવામાં કાયદાના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે અને તેમાં કાંઈ ખોટું થયું નથી. નેશનલ કોન્ફરન્સના જમ્મુ પ્રાંતના પ્રમુખ, રતન લાલ ગુપ્તાએ કહ્યું કેશ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ એ મેડિકલ કોલેજ સ્થાપવા માટે NMC ને અરજી કરતી વખતે લઘુમતી દરજ્જો માંગ્યો ન હોવાથી *NEET માં મેળવેલા મેરિટના આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરવા સિવાય કોઈ વિકલ્પ નથી અને ઉચ્ચ મેરિટ ધરાવતા મોટાભાગના વિદ્યાર્થીઓ કાશ્મીરના મુસ્લિમ સમુદાયના હતા.
