દુબઈ એર શો દરમિયાન મોટી દુર્ઘટના : ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલીવાર ‘તેજસ’ના પાઇલટનું મોત, જુઓ વિડીયો
શુક્રવારે સંયુક્ત આરબ અમીરાત માં યોજાયેલા” દુબઈ એર શો 2025″ માં ભાગ લઈ રહેલું ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર જેટ ઉડાનની થોડી ક્ષણો બાદ જ તૂટી પડ્યું હતું.આ કમ નસીબ દુર્ઘટનામાં પાયલેટનું મૃત્યુ થયું હતું.પાંચ દિવસના એર શો ના અંતિમ દિવસે જ આ ઘટના બની હતી.
દુબઈ એર શો દરમિયાન ભારતીય ફાઇટર જેટ ‘તેજસ’થયું ક્રેશ
દુબઈ વર્લ્ડ સેન્ટ્રલના અલ મક્તોમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દર્શકો માટે ઉડાન પ્રદર્શન કરતી વખતે તેજસ જેટ સ્થાનિક સમય અનુસાર બપોરે 2:10 વાગ્યે તૂટી પડ્યું હતું. ક્રેશના એક વીડિયોમાં ફાઇટર જેટ જમીન તરફ ધસી પડતું દેખાય છે અને પછી આગના ગોળામાં વિસ્ફોટ થાય છે.
બનાવને પગલે એરપોર્ટ પર ઘેરો ધુમાડો છવાઈ ગયો
બચાવ માટે હેલિકોપ્ટર અને ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા. બનાવ બાદ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયેલા દર્શકોને પ્રદર્શનના મુખ્ય વિસ્તારમાં ખસેડવામાં આવ્યા હતા અને એર શો સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ વિમાન તૂટી પડ્યાની અને પાઈલટ નું મૃત્યુ થયાનું ભારતીય વાયુસેનાએ પુષ્ટિ કરી હતી.
આ પણ વાંચો :1લી એપ્રિલ 2026થી બદલાશે ઇન્કમટેક્સ એક્ટ: સામાન્ય કરદાતાઓ માટે રાષ્ટ્રીય સ્તરે આઉટરિચ મિશન શરૂ
દર વર્ષે દ્વિવાર્ષિક દુબઈ એર શોનું આયોજન
દુબઈના બીજા એરપોર્ટ દ્વારા દર વર્ષે દ્વિવાર્ષિક દુબઈ એર શોનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે આ ઇવેન્ટમાં અમીરાત અને તેની સિસ્ટર એરલાઇન ફ્લાયદુબઈ તરફથી મોટા વિમાનોના ઓર્ડર આપવામાં આવ્યા હતા.
એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા ડિઝાઇન કરાયેલ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત, તેજસ ભારતનું પ્રથમ સ્વદેશી ફાઇટર જેટ છે, જોકે તેમાં વિદેશી એન્જિન છે.
તેજસ એ 4.5-જનરેશનનું બહુ-ભૂમિકા ધરાવતું લડાયક વિમાન છે, જે હવાઈ-રક્ષા મિશન, આક્રમક હવાઈ સહાય અને નજીકni યુદ્ધ કામગીરી કરવા માટે બનાવવામાં આવ્યું છે. તે તેના વર્ગના સૌથી હળવા અને નાના લડાયક વિમાનોમાંના એક તરીકે જાણીતું છે.
તેજસ ફાઈટર ક્રેશ થયું હોય તેવી આ બીજી ઘટના છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં જેસલમેર નજીક પણ તેજસ ફાઈટર તૂટી પડ્યું હતું. એ ઘટનામાં પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો.
