થાઈલેન્ડમાં ફસાયેલા 125 ભારતીયોને બચાવી પાછા લવાયા : કુખ્યાત મ્યાવાડી સાયબર ઠગાઈ કેન્દ્રોમાં ફસાયા’તા
થાઈલેન્ડમાં ફસાયેલા કુલ 125 ભારતીય નાગરિકોને ભારતીય વાયુસેનાના ખાસ વિમાન દ્વારા સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવ્યા છે. આ નાગરિકો મ્યાનમારના કુખ્યાત મ્યાવાડી સાયબર ઠગાઈ કેન્દ્રોમાંથી કોઈક રીતે ફરાર થઈને થાઈલેન્ડ પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક અધિકારીઓએ તેમની અટકાયત કરી હતી.
Today, 125 Indian nationals, released from scam-centres in Myawaddy in Myanmar, were repatriated from Mae Sot in Thailand by a special flight operated by the Indian Air Force.
— India in Thailand (@IndiainThailand) November 19, 2025
With this, total 1500 Indians released from scam centres in Myanmar have been repatriated through… pic.twitter.com/6JlkFrog0Z
ભારતીય દૂતાવાસના જણાવ્યાનુસાર, આ બધા લોકો મ્યાનમારના સાયબર ઠગાઈ કેન્દ્રોમાં ફસાયેલા હતા. ત્યાંથી ભાગી નીકળ્યા બાદ થાઈલેન્ડ પહોંચતા તેમને સ્થાનિક અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા, દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેમની ઘણી વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. દક્ષિણપૂર્વ એશિયામાં કાર્યરત ઠગાઈ કેન્દ્રોમાં ફસાયેલા ભારતીયોનું સુરક્ષિત વાપસી ભારત સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે.
આ મિશનના ભાગ રૂપે, બેંગકોકમાં ભારતીય દૂતાવાસ અને ચિયાંગ માઈમાં ભારતીય કોન્સ્યુલેટે થાઈ વહીવટીતંત્ર, ટાક પ્રાંતીય એજન્સીઓ અને સુરક્ષા વિભાગો સાથે સતત સંકલન કરીને આ બચાવ કામગીરી હાથ ધરી હતી.
તાજેતરમાં મ્યાનમારના મ્યાવાડી વિસ્તારમાં આવેલા ઠગાઈ કેન્દ્રો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેના પગલે ઘણા ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને સ્વદેશ લાવવા માટે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પહેલા એક દિવસ પૂર્વે જ 11 મહિલાઓ સહિત 269 ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા.
