Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટ્રેન્ડિંગધાર્મિક

દેશભરમાંથી ડોનેશન સ્વીકારી ગુજરાતમાં ‘વ્હાઈટ’બનાવવાનો પર્દાફાશ: વધુ બે પક્ષનાં નામ ખુલ્યા

Sat, November 15 2025

ગુજરાત ઇન્કમટેક્સ વિભાગે ચોપડે નોંધાયેલી અને કમિશન લઈ કાળા ધોળા કરતાં રાજકીય પાર્ટીઓ પર બે દિવસથી દરોડા પાડ્યાં છે.જેમાં અનેક પાર્ટીઓ પાસેથી કરચોરીનો આંકડો મળી આવ્યો છે તો તેની સાથે સંકળાયેલા અનેક ગ્રુપનાં નામ સામે આવ્યા છે,જેમાં અમદાવાદનાં એક બિલ્ડર ગ્રૂપ ને ત્યાં ઇન્કમટેક્સની રેઇડ પડી છે.

આ ઉપરાંત ગરીબ કલ્યાણ અને સંપર્ક વિકાસ પાર્ટીના નામ આઈ ટી ની ડાયરીમાં ખુલ્યા છે.જ્યાં હવે ઇન્કમટેક્સનાં અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા છે.નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે,આ મોડ્સ ઓપરેન્ડીમાં જે લોકો કાળા નાણાંને દાન તરીકે રાજકીય પાર્ટીઓને આપે છે,જેમાં તેમના સીએ ની મદદથી આ ખેલ પાર પડાઈ રહ્યો હતો.આ પાર્ટીઓ 3 થી 6 ટકા કમિશન અને સી.એ.ને 2 થી 3 ટકા કમિશન ચૂકવાતું હતું.જાણવા મળ્યા મુજબ એન સી પી ગુજરાત પ્રદેશએ 4 વર્ષમાં 1700 કરોડનું બોગસ ડોનેશન સ્વીકાર્યું હોવાનું જાણવા મળે છે.આ ઉપરાંત સૌથી વધુ મહારાષ્ટ્રમાંથી રાજકીય દાન આવ્યું હતું.

ચૂંટણીફંડનાં નામે 2500 કરોડનાં કાળા-ધોળા 
12 નવેમ્બરે દરોડા પાડવામાં આવ્યા હતા

રાજ્યમાં ચૂંટણી ફંડનાં નામે 2500 કરોડથી વધુનાં દાનનાં નામે 5 ટકા કમિશન કાપી કાળા ધોળા કરી ટેક્સચોરી કરનાર  ભારતીય જનતા દળ, એન.સી.પી ગુજરાત પ્રદેશ સહિત અનેક રાજકીય પક્ષો પર આવકવેરાએ દરોડા પાડયા છે.અમદાવાદ, ભાવનગર,ગાંધીનગર અને અંકલેશ્વરમાં આ દરોડાની કામગીરી ગઈકાલથી ચાલી રહી છે.

ઇન્કમટેક્સ વિભાગે બુધવારે વહેલી સવારે અમદાવાદ, અંકલેશ્વર,ગાંધીનગરમાં એકસામટા 25 જેટલા સ્થળોએ દરોડા પાડી ખળભળાટ મચાવી દીધો છે,ફરી એક વાર દાનનાં નામે કમિશન કાપી રોકડાની રોકડી કરતાં નાના રાજકીય પક્ષઓને ત્યાં તવાઈ ઉતારી છે. ગુજરાતમાં બે મહિના પહેલા એક સાથે સામૂહિક દરોડા પાડીને દાન નામે કાળાનાં ધોળા કરનાર પગારદાર વર્ગ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં દરોડા પાડીને કરોડો રૂપિયાની કરચોરીના વ્યવહારો ખોલ્યા હતા.

બુધવારે સવારે અમદાવાદ ઇન્કમટેક્સ ઇન્વેસ્ટિગેશન વિંગ ના નેતૃત્વ હેઠળ ગાંધીનગર, અંકલેશ્વર, અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જગ્યાએ દાન લેનારા રાજકીય પક્ષોને ત્યાં આવકવેરા વિભાગ ત્રાટક્યું હતું.ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં ઇન્કમટેક્ષ વિભાગએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. જેના માટે મંગળવારે સાંજે જામનગર, રાજકોટ, જુનાગઢ સહિત ગામેગામ થી અધિકારીઓની ટીમને અમદાવાદ બોલાવાઈ લેવાય હતી. આ ઉપરાંત આ વખતે આવકવેરા વિભાગનાં દરોડાની કામગીરીમાં બદલાવ આવ્યો છે. ફિલ્ડ વર્કમાં ઉતરતાની સાથે જ ફોરેન્સિકની ટીમને એડવાન્સમાં બોલાવી લીધી હતી.

ભારતીય જનતા દળના પ્રમુખ સંજય ગજેરા અને એનસીપીનાં હેમાંગ શાહને ત્યાં સર્ચ

જાણવા મળતી વિગતો અનુસાર, ગાંધીનગરમાં નેશનલ જનતા દળના વડા સંજય ગજેરાના ઘર અને ઓફિસએ બુધવારથી વહેલી સવારના દરોડાની કામગીરી ચાલી રહી છે.અમદાવાદમાં એક ડઝન કરતા વધુ સ્થળોએ ઇન્કમટેક્સ એ ઓપરેશન હાથ ધર્યું છે.આ દરોડામાં ટેક્સચોરીનો મોટો આંકડો બહાર આવે તેવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે.ચેકથી દાનનાં નામે મોટી રકમ મેળવ્યા બાદ કમિશન કાપીને રોકડ પરત આપી ટેક્સચોરીનો ખેલ ચાલી રહયો હતો.જ્યારે આ નેશનલ કોંગ્રેસ પાર્ટી ગુજરાતનાં ટ્રેઝઝર હેમાંગ શાહને ત્યાં સર્ચ ચાલી રહ્યું છે. આ રાજકીય પક્ષ દ્વારા 5 વર્ષમાં 1500 કરોડ દાનનાં નામે મેળવી કરચોરીનો મોટો ખેલ પાર પાડ્યો હોવાની ચર્ચા છે.સૂત્રોએ જણાવ્યું કે,આ પક્ષનો ખેલ પાર પાડતી એક ફર્મ પર તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો :દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો : આતંકી ઉંમરે ખરીદેલી બીજી લાલ રંગની ગુમ થયેલી કાર ફરીદાબાદમાંથી પોલીસે જપ્ત કરી

ચૂંટણીપંચે આવો ખેલ કરતાં રાજકીય પાર્ટીઓની ઝાટકણી કાઢી હતી

તાજેતરમાં ચૂંટણી પંચે આવા રાજકીય પક્ષઓની ઝાટકણી કાઢી અમાન્ય જાહેર કર્યા હતા,નાની હાટડીઓમાં ઓફીસ ચલાવી આવા પક્ષઓ દ્વારા રાજકીય દાનનાં નામે કરચોરીના મોટા ખેલ ચાલતા હોવાનું સામે આવ્યું હતું.જાણવા મળ્યા મુજબ ગજેરાનાં ડ્રાઇવર પાસેથી પણ અગત્યના પુરાવા હાથે  લાગ્યા છે. સંજય ગજેરાની પાર્ટીને વર્ષ 2022 અને 2024માં 957 કરોડનું દાન મળ્યું હતું.

આ પણ વાંચો :Red Fort Blast Case: દિલ્હી વિસ્ફોટના 11 દિવસ પહેલા કાર ખરીદી ડૉ. ઉમર રજા ઉપર ઉતરી ગયો, તપાસમાં થયા મોટા ખુલાસા  

ભારતીય નેશનલ જનતા દલની 957 કરોડની આવક સાથે ગુજરાતમાં અગ્રીમ હરોળમાં

ગુજરાતમાં રજીસ્ટર્ડ થયેલા પાંચ પક્ષ ને છેલ્લા પાંચ વર્ષમાં  2 લોકસભા અને 1 વિધાનસભાની ચૂંટણીમાં 22 હજાર મત મળ્યાં હતાં,વર્ષ 2019 થી 24 દરમિયાન આ 5 પક્ષઓની કુલ આવક 2316 કરોડ છે,દેશમાં આવા ટોપ 10 કમાણી કરતા પક્ષમાં ગુજરાતમાં 5 પક્ષ છે જેમાંથી 957 કરોડની આવકની દ્રષ્ટિએ એ ટોપ પર છે. 

Share Article

Other Articles

Previous

મફત અનાજનો લાભ લેતા લાખોપતિ ગરીબો કોણ? 75% તપાસ પૂર્ણ,જાણો રાજકોટમાં ક્યા તાલુકામાં કેટલા ધનવાન-ગરીબ

Next

નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ : 12ના મોત, વિસ્ફોટકના સેમ્પલ લેતા સમયે થયો બ્લાસ્ટ, આતંકી ઘટના બાબતે DGPએ કરી ચોખવટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટની સોની બજાર-સામા કાંઠે ‘ચાંદી’એ ચમક છીનવી: દરરોજ 3000 કિલો દાગીનાનું મેન્યુફેક્ચરિંગ 500 કિલોએ પહોંચી ગયું
17 મિનિટutes પહેલા
ગમે ત્યારે ડિમોલિશન: રાજકોટના જંગલેશ્વરના દબાણકારોને હવે ફાઇનલ નોટિસ અપાશે: લોકો વેરાબિલ, લાઇટ બિલ સિવાયના પુરાવાઓ ન આપી શક્યા
1 કલાક પહેલા
ભાજપની પ્રદેશ કારોબારીમાં અનુભવી-જૂના આગેવાનોને સમાવાયા: રાજકોટનું મ્હેણુ ભાંગ્યું, કમલેશ મિરાણી, ભાનુબેન બાબરિયા સહિતનો સમાવેશ
2 કલાક પહેલા
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતના ડંકા વાગ્યા: વૈશ્વિક વિકાસમાં ભારતનો 20% ફાળો, WEF પ્રમુખ બ્રેન્ડે ભારત પર ઓળઘોળ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2800 Posts

Related Posts

હીરો મોટોકોર્પના CMD પવન મુંજાલની રૂ. 25 કરોડની સંપત્તિ જપ્ત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
6,0,6,6,4,6…હાર્દિક પંડ્યાની વિસ્ફોટક બેટિંગ : એક ઓવરમાં 28 રન ફટકારી વડોદરામાં મેચ જીત્યો
ગુજરાત
1 વર્ષ પહેલા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફાઈનલ કરવા માટેની કવાયત ગતિશીલ બની, દેવેન્દ્ર ફડણવીસને દિલ્હી બોલાવાયા
Breaking
1 વર્ષ પહેલા
દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરનાર રાજકોટનો રાજેશ 5 દિવસના રિમાન્ડ પર, સતત પૂછપરછ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર