ચૂંટણીફંડનાં નામે 2500 કરોડનાં કાળા-ધોળા : NCP અને જનતા પર ITના દરોડા,કરોડોની કરચોરી પકડાઈ તેવી શંકા
રાજ્યમાં ચૂંટણી ફંડનાં નામે 2500 કરોડથી વધુનાં દાનનાં નામે 5 ટકા કમિશન કાપી કાળા ધોળા કરી ટેક્સચોરી કરનાર ભારતીય જનતા દળ, એન.સી.પી ગુજરાત પ્રદેશ સહિત અનેક રાજકીય પક્ષો પર આવકવેરાએ દરોડા પાડયા છે.અમદાવાદ, ભાવનગર,ગાંધીનગર અને અંકલેશ્વરમાં આ દરોડાની કામગીરી ગઈકાલથી ચાલી રહી છે.
ઇન્કમટેક્સ વિભાગે બુધવારે વહેલી સવારે અમદાવાદ, અંકલેશ્વર,ગાંધીનગરમાં એકસામટા 25 જેટલા સ્થળોએ દરોડા પાડી ખળભળાટ મચાવી દીધો છે,ફરી એક વાર દાનનાં નામે કમિશન કાપી રોકડાની રોકડી કરતાં નાના રાજકીય પક્ષઓને ત્યાં તવાઈ ઉતારી છે. ગુજરાતમાં બે મહિના પહેલા એક સાથે સામૂહિક દરોડા પાડીને દાન નામે કાળાનાં ધોળા કરનાર પગારદાર વર્ગ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં દરોડા પાડીને કરોડો રૂપિયાની કરચોરીના વ્યવહારો ખોલ્યા હતા.
બુધવારે સવારે અમદાવાદ ઇન્કમટેક્સ ઇન્વેસ્ટિગેશન વિંગ ના નેતૃત્વ હેઠળ ગાંધીનગર, અંકલેશ્વર, અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જગ્યાએ દાન લેનારા રાજકીય પક્ષોને ત્યાં આવકવેરા વિભાગ ત્રાટક્યું હતું.ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં ઇન્કમટેક્ષ વિભાગએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. જેના માટે મંગળવારે સાંજે જામનગર, રાજકોટ, જુનાગઢ સહિત ગામેગામ થી અધિકારીઓની ટીમને અમદાવાદ બોલાવાઈ લેવાય હતી. આ ઉપરાંત આ વખતે આવકવેરા વિભાગનાં દરોડાની કામગીરીમાં બદલાવ આવ્યો છે. ફિલ્ડ વર્કમાં ઉતરતાની સાથે જ ફોરેન્સિકની ટીમને એડવાન્સમાં બોલાવી લીધી હતી.
ભારતીય જનતા દળના પ્રમુખ સંજય ગજેરા અને એનસીપીનાં હેમાંગ શાહને ત્યાં સર્ચ
જાણવા મળતી વિગતો અનુસાર, ગાંધીનગરમાં નેશનલ જનતા દળના વડા સંજય ગજેરાના ઘર અને ઓફિસએ બુધવારથી વહેલી સવારના દરોડાની કામગીરી ચાલી રહી છે.અમદાવાદમાં એક ડઝન કરતા વધુ સ્થળોએ ઇન્કમટેક્સ એ ઓપરેશન હાથ ધર્યું છે.આ દરોડામાં ટેક્સચોરીનો મોટો આંકડો બહાર આવે તેવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે.ચેકથી દાનનાં નામે મોટી રકમ મેળવ્યા બાદ કમિશન કાપીને રોકડ પરત આપી ટેક્સચોરીનો ખેલ ચાલી રહયો હતો.જ્યારે આ નેશનલ કોંગ્રેસ પાર્ટી ગુજરાતનાં ટ્રેઝઝર હેમાંગ શાહને ત્યાં સર્ચ ચાલી રહ્યું છે. આ રાજકીય પક્ષ દ્વારા 5 વર્ષમાં 1500 કરોડ દાનનાં નામે મેળવી કરચોરીનો મોટો ખેલ પાર પાડ્યો હોવાની ચર્ચા છે.સૂત્રોએ જણાવ્યું કે,આ પક્ષનો ખેલ પાર પાડતી એક ફર્મ પર તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો :દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો : આતંકી ઉંમરે ખરીદેલી બીજી લાલ રંગની ગુમ થયેલી કાર ફરીદાબાદમાંથી પોલીસે જપ્ત કરી
ચૂંટણીપંચે આવો ખેલ કરતાં રાજકીય પાર્ટીઓની ઝાટકણી કાઢી હતી
તાજેતરમાં ચૂંટણી પંચે આવા રાજકીય પક્ષઓની ઝાટકણી કાઢી અમાન્ય જાહેર કર્યા હતા,નાની હાટડીઓમાં ઓફીસ ચલાવી આવા પક્ષઓ દ્વારા રાજકીય દાનનાં નામે કરચોરીના મોટા ખેલ ચાલતા હોવાનું સામે આવ્યું હતું.જાણવા મળ્યા મુજબ ગજેરાનાં ડ્રાઇવર પાસેથી પણ અગત્યના પુરાવા હાથે લાગ્યા છે. સંજય ગજેરાની પાર્ટીને વર્ષ 2022 અને 2024માં 957 કરોડનું દાન મળ્યું હતું.
આ પણ વાંચો :Red Fort Blast Case: દિલ્હી વિસ્ફોટના 11 દિવસ પહેલા કાર ખરીદી ડૉ. ઉમર રજા ઉપર ઉતરી ગયો, તપાસમાં થયા મોટા ખુલાસા
ભારતીય નેશનલ જનતા દલની 957 કરોડની આવક સાથે ગુજરાતમાં અગ્રીમ હરોળમાં
ગુજરાતમાં રજીસ્ટર્ડ થયેલા પાંચ પક્ષ ને છેલ્લા પાંચ વર્ષમાં 2 લોકસભા અને 1 વિધાનસભાની ચૂંટણીમાં 22 હજાર મત મળ્યાં હતાં,વર્ષ 2019 થી 24 દરમિયાન આ 5 પક્ષઓની કુલ આવક 2316 કરોડ છે,દેશમાં આવા ટોપ 10 કમાણી કરતા પક્ષમાં ગુજરાતમાં 5 પક્ષ છે જેમાંથી 957 કરોડની આવકની દ્રષ્ટિએ એ ટોપ પર છે.
