મોરબીના લજાઈમાં બે શ્રમિક વચ્ચે થયેલા ઝઘડામાં લોખંડનો સુયો ઝીંકી યુવકનું ઢીમ ઢાળી દીધું, જાણો શું છે મામલો
મોરબીના લજાઈ ગામે આવેલા દેવ પોલીટેક નામના કારખાનામાં બે શ્રમિકો વચ્ચે થયેલી બોલાચાલીમાં 25 વર્ષીય શ્રમિક યુવક પર લોખંડનો સુયા વડે હુમલો કરતાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેણે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો.
મળતી માહિતી મુજબ, મોરબીના લજાઈ ગામે આવેલા દેવ પોલીટેક કારખાનામાં રહેતો અને મૂળ ઉત્તરપ્રદેશનો વતની પીન્ટુ વર્મા (ઉંમર 25) નામના શ્રમિક યુવક ગત તારીખ 27/10ના રાત્રિના પોતાની ઓરડી પાસે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સાથી કર્મચારીઓ દ્વારા પ્રથમ તેને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેણે દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી. મૃતકના શરીર પર ઊંડા ઘા જોવા મળ્યા હતા ત્યારે પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. પોલીસે કારખાનામાં રાખેલા સીસીટીવી ફૂટેજ તપાસ કરતા સામે આવ્યું હતું કે, મૃતક પીન્ટુ બનાવની રાત્રિના સાથી શ્રમિક અંગદના રૂમ પાસે જાય છે, જ્યાં બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થતા અચાનક ઉશ્કેરાઈને અંગદ પોતાની પાસે રહેલા સુયા વડે પીન્ટુ પર તૂટી પડે છે.
આ પણ વાંચો : ડિલિવરીના દર્દથી કણસતી સગર્ભાની મદદે પહોંચેલા 108ના સ્ટાફનો મોબાઇલ ગઠીયો સરકાવી ગયો! રાજકોટની ઘટના
જે બાદ લોહીલુહાણ હાલતમાં પિન્ટુ ત્યાં જ ઢળી પડે છે. ઘટનાને લઈને પોલીસે સાથી શ્રમિકોની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક પીન્ટુ મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો. 8 મહિનાથી દેવ પોલી ટેકમાં કામ કરતો અને ત્યાં જ રહેતો. આરોપી અંગદ પણ મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. તે હજુ 10 દિવસ પહેલા કામે આવ્યો હતો. પોલીસે ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી આરોપી અંગદને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે બંને વચ્ચે કંઈ વાતને લઈને ઝઘડો થયો તે આરોપીની ધરપકડ બાદ જ સામે આવશે ત્યારે યુવાન પુત્રના મોતથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. છે. ત્યાર
