CIA દ્વારા PM મોદીની હત્યાનું કાવતરું ઘડાયું’તું? શાંઘાઇ સમીટમાં હાજરી આપવા ચીન ગયા હતા ત્યારે કંઇક બન્યું હતું
અમેરિકાને ભારત સામે આમ તો અનેક બાબતે વાંધો રહ્યો છે. ભારતની પ્રગતિ તેનાથી સહન થતી નથી તે વાત પણ જાણીતી છે પરંતુ હવે એક એવો સનસનાટીજનક ધડાકો થયો છે કે અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું પરંતુ ભારતના ખાસ મિત્ર રશિયા દ્વારા આ ષડયંત્ર નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું તેવો અહેવાલ ઓર્ગેનાઇઝર અખબાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના તિયાંગજન શહેરમાં એસસીઓ સમીટમાં હાજરી આપી રહ્યા હતા ત્યારે તેમણે રશિયાના પ્રમુખ પુતિન સાથે લગભગ 45 મિનિટ સુધી ખાનગી વાતચીત કરી હતી. ઓર્ગેનાઇઝરનો દાવો છે કે વડાપ્રધાન મોદી અને પુતિનના નેતૃત્વ હેઠળ ભારતીય અને રશિયન ગુપ્તચર અધિકારીઓએ સંયુક્ત કાર્યવાહીમાં ઢાકામાં એક અમેરિકન સુરક્ષા અધિકારીને મારી નાખ્યો હતો જે વડાપ્રધાન મોદીની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો. વડાપ્રધાન મોદી અને પુતિને એક કારની અંદર 45 મિનિટ વિતાવ્યા હતા. એમ માનવામાં આવે છે કે ઢાકામાં મૃત હાલતમાં મળેલા અમેરિકન અધિકારી અંગે બન્ને નેતાઓએ ગુપ્ત ચર્ચા કરી હતી. જે દિવસે આ અધિકારી મૃત મળ્યો હતો તે જ દિવસે મોદી અને પુતિને ગુપ્ત ચર્ચા કરી હતી.
ચીનના તિયાંગજિનથી પાછા ફર્યાના બીજા જ દિવસે વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીમાં સેમિકોન સમીટને સંબોધન પણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોદીએ પૂછ્યું હતું કે શું તમે તાળીઓ પાડી રહ્યા છો, એટલા માટે કે હું ચીન ગયો હતો અને હું પાછો ફર્યો છું? વિશ્લેષકો એમ માને છે કે વડાપ્રધાન મોદીની આ સૂચિત ટિપ્પણી ગંભીર સંદેશ આપે છે અને વડાપ્રધાનના જીવન માટે ખતરો પણ દર્શાવે છે.
