શું પાકિસ્તાને સલમાન ખાનને આતંકી જાહેર કરી દીધો?ભાઈજાનને આતંકી ગણાવતા વાઇરલ લેટરની જાણો શું છે હકીકત
દુનિયામાં આતંકી દેશ તરીકે બદનામ થયેલા પાકિસ્તાને બોલીવૂડ સુપર સ્ટાર સલમાન ખાનને આતંકી જાહેર કરી દેતાં ચકચાર મચી હતી. પાકિસ્તાનના ગૃહ મંત્રાલય દ્વારા સત્તાવાર સૂચના અનુસાર, સલમાન ખાનને આતંકવાદ વિરોધી કાયદાની “ચોથી સૂચિ” હેઠળ મૂકવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે તે પાકિસ્તાનમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરી શકે છે. જો કે, આ સંવેદનશીલ બાબતે સલમાન ખાન કે તેમના પ્રતિનિધિઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.સલમાન ખાનના નામ વાળો આ લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે અમુક લોકો આ લેટરને ફેક ગણાવી રહ્યા છે.
અભિનેતાના નિવેદનથી પાકિસ્તાનમાં ભારે હોબાળો મચી ગયો. પાકિસ્તાની જનતા કે શાહબાઝ શરીફ સરકારે સલમાન ખાનની ટિપ્પણીને સારી રીતે લીધી નહીં. ઝડપથી કાર્યવાહી કરતા, શાહબાઝ શરીફ સરકારે સલમાન ખાનને આતંકવાદી જાહેર કરતી સત્તાવાર સૂચના બહાર પાડી. તેમણે તેનું નામ આતંકવાદ વિરોધી અધિનિયમ (1997) ના ચોથા અનુસૂચિમાં ઉમેર્યું.

કેટલાક મીડિયા રિપોર્ટ્સે આ સમાચારને ખોટા ગણાવ્યા
ડીડી ન્યૂઝ અનુસાર, સલમાને ગયા અઠવાડિયે સાઉદી અરેબિયામાં એક કાર્યક્રમ દરમિયાન બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ ગણાવ્યું હતું, ત્યારબાદ કથિત રીતે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પત્રમાં જણાવાયું છે કે પાકિસ્તાન સરકારે સલમાનને ‘આતંકવાદ વિરોધી અધિનિયમ 1997’ ના ચોથા શેડ્યૂલમાં મૂક્યો છે. આ યાદીમાં આતંકવાદ સાથે જોડાયેલા હોવાની શંકાસ્પદ વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સે આ સમાચારને ખોટા ગણાવ્યા છે. સલમાને 17 ઓક્ટોબરે બલુચિસ્તાન સંબંધિત નિવેદન આપ્યું હતું, જ્યારે પત્રમાં 16 ઓક્ટોબરની તારીખ લખેલી છે. વધુમાં, પાકિસ્તાન સરકાર દ્વારા આ જ નંબર સાથેનો બીજો પત્ર પણ જારી કરવામાં આવ્યો હતો. આ બધાના આધારે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પત્ર ખોટો છે.
સલમાન સાઉદી અરેબિયામાં ભારતીય ફિલ્મો વિશે વાત કરી
17 ઓક્ટોબરના રોજ રિયાધમાં ‘જોય ફોરમ ૨૦૨૫’માં સલમાન, શાહરૂખ ખાન અને આમિર ખાન સાથે ભારતીય ફિલ્મોની લોકપ્રિયતા અંગે ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો તમે અહીં હિન્દી ફિલ્મ રિલીઝ કરશો તો તે સુપરહિટ થશે. તમિલ, તેલુગુ કે મલયાલમ ફિલ્મો પણ સેંકડો કરોડ કમાઈ શકે છે, કારણ કે બલુચિસ્તાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના લોકો અહીં કામ કરે છે.
આ નિવેદનમાં સલમાને બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ ગણાવ્યું હતું, ત્યારબાદ પાકિસ્તાની મીડિયામાં સલમાન ખાનની ભારે ટીકા થઈ હતી.
બલૂચ નેતાઓએ સલમાનની પ્રશંસા કરી
બલુચિસ્તાનના કેટલાક નેતાઓએ સલમાન ખાનના નિવેદનની પ્રશંસા કરી છે. બલુચિસ્તાનના નેતા મીર યાર બલોચે કહ્યું – સલમાને બલુચિસ્તાનને એક અલગ ઓળખ આપીને 6 કરોડ બલુચ લોકોના દિલ જીતી લીધા. આ આપણો અવાજ દુનિયા સુધી પહોંચાડવા જેવું છે.
બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે, પરંતુ તેના લોકોને સતત મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરવો પડે છે. પાકિસ્તાની સેના પર હથિયારોના જોરે અહીંના લોકોની વાજબી માંગણીઓને કચડી નાખવાનો આરોપ છે.
BLA બલુચિસ્તાન માટે લડી રહ્યું છે
બલૂચ લિબરેશન આર્મી (BLA) લાંબા સમયથી પાકિસ્તાની સરકાર સામે લડી રહી છે. બ્રિટિશ માનવાધિકાર કાર્યકર્તા પીટર ટેચેલ માને છે કે પાકિસ્તાન બલૂચિસ્તાનની સ્વતંત્રતામાં વિલંબ કરી શકે છે, જોકે તેને કાયમ માટે રોકી શકાતી નથી.
દરમિયાન, બલૂચ લેખક મીર યાર કહે છે કે બલૂચિસ્તાન હવે આઝાદીથી માત્ર બે ડગલાં દૂર છે. 1971 માં બાંગ્લાદેશની પરિસ્થિતિ સાથે તેની સરખામણી કરતા તેમણે કહ્યું કે પાકિસ્તાનની સેના અને ગુપ્તચર એજન્સીઓ આ વાસ્તવિકતા સહન કરી શકતી નથી.
સલમાન ખાનના આગામી પ્રોજેક્ટ્સ
“બેટલ ઓફ ગલવાન” ની સાથે, સલમાન ખાને પુષ્ટિ આપી છે કે તેની સુપરહિટ ફિલ્મ “બજરંગી ભાઈજાન” ની સિક્વલ પણ ટૂંક સમયમાં શરૂ થશે. ચાહકો આ સમાચારથી ખૂબ જ ઉત્સાહિત છે. સલમાન છેલ્લે અભિનેત્રી રશ્મિકા સાથે “સિકંદર” માં જોવા મળ્યો હતો, જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી ન હતી. હવે, દર્શકો આશા રાખી રહ્યા છે કે “બેટલ ઓફ ગલવાન” સલમાન ખાનના કરિયરમાં દેશભક્તિ અને એક્શનનો નવો ધસારો લાવશે – ખાસ કરીને જો તેમાં ગોવિંદા હોય, જે ચાહકો માટે એક મોટું આશ્ચર્ય હોઈ શકે છે.
