બાળકો બાબતે બોલાચાલી થતાં વહુએ દાદીજી સાસુને છરી ઝીંકી દીધી: રાજકોટ ચોંકાવનારી ઘટના,પોલીસે વધુ તપાસ હાથ ધરી
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળકોના મુદ્દે થયેલી બોલાચાલી એટલી વધી ગઈ કે વહુએ પોતાની દાદીજી સાસુ પર છરી વડે હુમલો કરી દીધો હતો. સંતકબીર રોડ ગોકુલનગરમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિગતો મુજબ, સંતકબીર રોડ ગોકુલનગર શેરી રમાં રહેતા લાભુબેન રાજાભાઈ ગોહેલ ( ઉંમર 70 ) શનિવારે સાંજે પોતાના ઘરે હતા ત્યારે પૌત્ર વહુ અનિતા સાથે બાળકોના મુદે ચડભડ થઈ હતી.આ સામાન્ય બોલાચાલીમાં અનિતાએ ઉશ્કેરાઈને ઘરમાં પડેલી છરી વડે લાભુબેનના હાથમાં છરીના ઘા ઝીંકી દીધા હતા. વૃદ્ધાએ દેકારો કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી ઈજાગ્રસ્ત લાભુબેનનું નિવેદન નોધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો :દિવાળીએ ફરવા જાવ-એન્જોય કરો પણ ઘરને સુરક્ષિત કેમ રાખશો? આ આઠ મુદ્દા ધ્યાન પર લેવા પોલીસની અપીલ
બનાવ અંગે લાભુબેનના પરિવારે જણાવ્યું હતું કે, પુત્રનું અવસાન થતા લાભુબેન વહુ અને તેના બાળકો સાથે રહે છે. પૌત્રની વહુ સાથે બાળકો બાબતે બોલાચાલી થઈ જેમાં તેણીએ હિચકારો હુમલો કર્યો હતો. જો કે હાલ લાભુબેના ડાબા હાથમાં ગંભીર ઈજા પહોંચી હોય જેથી તેઓને સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
