કુલદીપ યાદવ 5 વખત 5 વિકેટ લેનારો ડાબા હાથનો રિસ્ટ સ્પિનર બન્યો: જૉની વર્ડલેના 68 વર્ષ જૂના રેકોર્ડની કરી બરાબરી
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણીનો બીજો મુકાબલો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ઉપર રમાઈ રહ્યો છે. મેચ દરમિયાન કુલદીપ યાદવે કમાલની બોલિંગ કરી છે. આ સાથે જ તેણે એક દમદાર રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો હતો. કુલદીપે પ્રથમ ઈનિંગમાં 26.5 ઓવરમાં 82 રન આપીને પાંચ વિકેટ ખેડવી હતી.
આ તેના ટેસ્ટ કરિયરનો પાંચમી ફાઈવ વિકેટ હોલ હતો. તેણે 64 વર્ષ જૂના એક રેકોર્ડની બરાબરી પણ કરી છે. કુલદીપ યાદવે હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ પાંચ વિકેટ લેનારો ડાબા હાથનો રિસ્ટ સ્પિનર બની ચૂક્યો છે. અગાઉ આ રેકોર્ડ જૉની વર્ડલેના નામે હતો.
આ પણ વાંચો :દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં જોન કેમ્પબેલે રચ્યો ઇતિહાસ : 23 વર્ષના દુકાળનો અંત લાવ્યો, તોડ્યો આ રેકોર્ડ
જૉન વર્ડલેએ પણ આ કારનું પોતાના કરિયરમાં પાંચ વખત કર્યું હતું પરંતુ તેના માટે 28 ટેસ્ટ મેચ લાગી હતી. જ્યારે કુલદીપે 15 ટેસ્ટ મેચમાં આવું કર્યું છે. જૉની વર્ડલેએ વર્ષ 1964માં આ મુકામને હાંસલ કર્યો હતો. હવે કુલદીપ આ 64 વર્ષ જૂના રેકોર્ડની બરાબર પહોંચી ગયો છે અને ઝડપથી આ રેકોર્ડને તોડી પણ નાખશે.
