કોઈ પણ યુનિવર્સિટીમાં એક જ દેશના 5 ટકાથી વધુ વિદ્યાર્થી નહી ચાલે : ટ્રમ્પનું વધુ એક આકરું પગલું, આ 2 દેશના વિદ્યાર્થીઓને પડશે અસર
અમરિકાની ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓના યુનિવર્સિટીમાં એડમીશન સંદર્ભે એક મહત્વનું પગલું લીધુ છે. સરકારે તમામ યુનિવર્સિટીને એક માર્ગદર્શિકા મોકલી છે અને તેમાં સ્પષ્ટ જણાવાયુ છે કે, હવેથી કોઈ પણ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના 15 ટકાથી વધુ નહી જોવી જોઈએ સાથોસાથ કોઈ એક જ દેશના વિદ્યાર્થીઓ 5 ટકાથી વધુ ન હોવા જોઈએ.
એવું માનવામાં આવે છે કે, આ ફતવાની સીધી અસર ભારત અને ચીન જેવા દેશોના વિદ્યાર્થીઓ ઉપર પડશે. હાલમાં અમેરિકામાં ભણવા આવનારા વિદેશી વિદ્યાર્થીઓમાંથી 35 ટકા આ બે દેશમાંથી જ આવે છે.
‘એ કોમ્પેક્ટ ફોર એકેડેમિક એક્સીલંસ ઇન હાયર એજ્યુકેશન’શીર્ષક હેઠળ જાહેર કરવામાં આવેલી આ માર્ગદર્શિકા તમામ યુનિવર્સિટીને મળી ચુકી છે. આ યુનિવર્સિટીઓને એવી ચીમકી પણ આપવામાં આવી છે કે તે આ શરતોનો અમલ કરશે તો જ તેને સરકાર તરફથી ફંડ મળશે.
આ પણ વાંચો :દિવાળી પહેલા ખાલિસ્તાનીઓનું ભયાનક કાવતરું નિષ્ફળ! ઇન્ટેલિજન્સ ટીમને મોટી સફળતા: 2.5 કિલો RDXનો જથ્થો ઝડપાયો
ભારતથી દર વરસે હજારો વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા જાય છે પરંતુ પ્રત્યેક દેશની 5 ટકા વિદ્યાર્થીઓવાળી શરતને લીધે વિદ્યાર્થીઓને મનગમતી યુનિવર્સિટીમાં પ્રવેશ નહી મળી શકે. ખાસ કરીને ઓછી ફી વાળી યુનિવર્સિટીઓમાં એડમીશન મેળવવામાં સમસ્યા ઉભી થશે.
આ પણ વાંચો :અમિતાભ બચ્ચનના કો-સ્ટારની નિર્દયતાથી હત્યા : મિત્રએ જ બાબુ છેત્રીનું ઢીમ ઢાળી દીધું, ફિલ્મ ‘ઝુંડ’માં બિગ બી સાથે કરી ચૂક્યો છે કામ
સરકારે જે માર્ગદર્શિકા બહાર પાડી છે તેમાં જણાવાયુ છે કે, તમામ વિદેશી વિદ્યાર્થીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. યુનિવર્સિટીઓ કોઈ પણ વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને લિંગ ભેદ, જાતિ કે પછી વિદેશી મૂળ જેવા મુદ્દા ધ્યાનમાં નહી લ્યે. દરેક યુનિવર્સિટીએ એડમીશનનો ડેટા જાહેર કરવો પડશે. જેમાં વિદ્યાર્થીઓનું જી.પી.એ., ટેસ્ટ સ્કોર, જાતિ, લિંગ અને જે તે દેશની માહિતી સામેલ હશે.
દરેક વિદ્યાર્થીઓ માટે સેટ જેવી પરીક્ષા ફરજિયાત હશે. ટ્યુશન ફી પાંચ વર્ષ માટે ફ્રીઝ કરવી પડશે અને વહીવટી ખર્ચ ઘટાડવો પડશે. વધુમાં યુનિવર્સિટીઓએ એવા વિભાગ બંધ કરવા પડશે જે કન્ઝર્વેટીવ વિચારોની મજાક ઉડાવતા હોય…આ શરતો માનશે તો તેને સરકારી ફંડ મળશે.
