કેલીફોર્નિયામાં દિવાળી પર સત્તાવાર સ્ટેટ હોલિ-ડે જાહેર : ભારતીયોમાં ખુશીની લહેર, અમેરિકાના ત્રીજા રાજ્યમાં રજા કરાઇ જાહેર
અમેરિકામાં રહેતા ભારતીયો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કેલિફોર્નિયાએ હવે દિવાળી પર સત્તાવાર રાજકીય રજા જાહેર કરી છે. આ પ્રકારે કેલિફોર્નિયા અમેરિકાનું ત્રીજું રાજ્ય બની ગયું છે, જેણે ભારતના આ મોટા તહેવાર પર સત્તાવાર રજાની માન્યતા આપી છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે કહ્યું કે, મેં વિધાનસભા સભ્ય એશ કાલરા તરફથી દિવાળીમાં રાજકીય સત્તાવાર રજા જાહેર કરતાં બિલ પર સહી કરી દીધી હતી.
દિવાળીને સત્તાવાર રાજકીય રજા જાહેર કરતું નામનું આ બિલ સપ્ટેમ્બરમાં કેલિફોર્નિયા વિધાનમંડળના બંને ગૃહોમાંથી સફળતાપૂર્વક પસાર થઈ ગયું હતું, જેના પર ગવર્નરના અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી હતી.
વિધાનસભાના સભ્ય એશ કાલરાએ જણાવ્યું હતું કે, ‘કેલિફોર્નિયા ભારતીય અમેરિકનોની સૌથી મોટી વસ્તી ધરાવતું રાજ્ય છે. દિવાળીને સત્તાવાર રાજ્ય રજા જાહેર કરવાથી લાખો કેલિફોર્નિયાના રહેવાસીઓ આ તહેવારની ઉજવણી કરી શકશે. દિવાળી સદ્ભાવના, શાંતિ અને નવીકરણની સહિયારી ભાવનાના સંદેશ સાથે સમુદાયોને એકસાથે લાવે છે. કેલિફોર્નિયાએ દિવાળી અને તેની વિવિધતાને અપનાવવી જોઈએ, ન કે તેને અંધારામાં છુપાવીને રાખવું જોઈએ.’
આ પણ વાંચો :‘The Ba**ds Of Bollywood’ માનહાનિ કેસ : દિલ્હી હાઈકોર્ટે શાહરૂખ અને ગૌરી ખાનને સમન્સ પાઠવ્યા, સમીર વાનખેડેએ માંગ્યું 2 કરોડનું વળતર
જો કે આ પહેલા અમેરિકાના રાજ્યો કનેક્ટિકટ, પેન્સિલ્વેનિયા અને ન્યુયોર્ક સિટીમાં દિવાળીના દિવસને સ્ટેટ હોલિ-ડે જાહેર કરાયો હતો. આ રીતે ભારતના તહેવારોનું અમેરિકામાં સરકારી ધોરણે મહત્વ વધી રહ્યું છે.
