GST ટીમ ગરબાનાં ગ્રાઉન્ડમાં: આદિત્ય ગઢવી,જિગરદાન ગઢવીનાં ગરબામાં દરોડાથી ખેલૈયાઓનાં રંગમાં ભંગ પડ્યો
ખેલૈયાઓની સાથે હવે GSTનાં અધિકારીઓ પણ ગરબા ના ગ્રાઉન્ડમાં ઉતર્યા છે.સુરત અને અમદાવાદમાં યોજાયેલા સુવર્ણ નવરાત્રી મહોત્સવના આયોજકો પર દરોડા પડ્યા છે.સુત્રોનાં જણાવ્યા મુજબ સુરત અને અમદાવાદમાં આદિત્ય ગઢવી,જિગરદાન ગઢવી,પૂર્વા મંત્રી અને ઉમેશ બારોટનાં ગરબામાં GST એ દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો :રાજકોટ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો: સોની બજારમાંથી પકડાયેલા ત્રણેય આતંકીઓને આજીવન કેદની સજા
મળતી વિગતો મુજબ GSTની 10 ટીમએ આ કામગીરી હાથ ધરી છે. નવરાત્રીના ગરબામાં કરોડો રૂપિયાનો વેપાર થતો હોય છે જેમાં ખાસ કરીને ડેઇલી પાસમાં સૌથી વધુ કમાણી થતી હોય છે.આ વખતે પાસનું મોટુ વેચાણ થયું હતું.આયોજકો દ્વારા પાસનાં વેચાણની આવક પર પૂરતો ટેક્સ ન ચૂકવવામાં આવ્યો હોવાના કારણે GST દ્વારા આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા રાજ્યના નાના-મોટા ગરબાના આયોજકોમાં ભારે ફકડાટ ફેલાઈ ગયો છે.
આ પણ વાંચો :રાજકોટના પૂર્વ કલેકટર સહિત 4 IASને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ : ધોળકા અને આસપાસના ગામોમાં ફેલાયેલા પ્રદુષણ મામલે આકરી કાર્યવાહી
તહેવારો સમયે ઇન્કમટેક્સ અને GST વિભાગ બંને સક્રિય થયું હોય કરચોરોની ઊંઘ ઊડી ગઈ છે. એક તરફ મોડાસામાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ડોક્ટરો અને રીઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા ધંધાર્થીઓને ત્યાં ગઈ કાલ સવારથી મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ અમદાવાદ અને સુરતમાં ગરબાના મોટા ગ્રુપ પર દરોડા પડ્યા હોવાથી આ કાર્યવાહીથી સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે તહેવારોના સમયમાં મોટા આર્થિક વ્યવહારો પર બંને વિભાગ નજર રાખીને બેઠું છે
