લોકકલાનું ગૌરવ,લતીપુર ગરબી મંડળી: સૌરાષ્ટ્રનાં તાલે ઝૂમે છે વિશ્વ, લતીપુર મંડળી પાસે ગરબે ઘૂમતા શીખ્યો છે આ ફિલ્મસ્ટાર
સૌરાષ્ટ્રની ધરતી પરની એક એવી અનોખી ગરબી મંડળી, જેના તાલનું દુનિયાને ઘેલું લાગ્યું છે. લતીપુરની 85 વર્ષ જૂની આ લોકકલા ટ્રસ્ટની ગરબી એટલી લોકપ્રિય છે કે ફિલ્મસ્ટાર રણવીર સિંઘ પણ તે શીખવા રાજકોટ આવ્યા હતા. વિશ્વનાં 30 દેશોમાં ગુજરાતની સંસ્કૃતિનું ગૌરવ ગૂંથનાર આ કલાકારો હવે આફ્રિકા પહોંચ્યા છે, જ્યાં નવરાત્રિના રંગ 7 ઓક્ટોબર સુધી તેમની રમઝટમાં રંગાશે.

ગુજરાતનાં ગરબે ઘુમવા સૌ કોઈ તૈયાર હોય છે આથી જ ફિલ્મો હોય કે વિદેશનાં પ્રોગામમાં ગુજરાતી ગરબા વિના અધૂરા લાગે છે.સૌરાષ્ટ્રમાંથી અનેક કલાકારો અને ગાયકો ગરબા માટે દેશ વિદેશ જતાં હોય છે.લતીપુરની શ્રી પટેલ રાસ મંડળી સંચાલિત લોકકલા ટ્રસ્ટની વાત કરીએ તો 85 વર્ષ જૂની મંડળી છે.ઓલ્ડ ઇઝ ગોલ્ડની જેમ વર્ષો બાદ પણ આ ગ્રૂપ પોતાનું હીર ચમકાવી રહ્યું છે.જેમાં 4 દાયકાથી સંચાલન મહેન્દ્રભાઈ અણદાણી કરી રહ્યા છે.

કઈ રીતે આ ગરબી મંડળીનો જન્મ થયો..?
મહેન્દ્રભાઈએ “વોઇસ ઓફ ડે”સાથેની ખાસ મુલાકાતમાં કઈ રીતે આ ગરબી મંડળીનો જન્મ થયો..? પાયો નાંખનાર નાખનાર સહિત તમામ માહિતીઓ આપી હતી. તેમનાં શબ્દોમાં જામનગરનાં રાજવી જામસાહેબએ લોકનૃત્યને પ્રોત્સાહન આપવામાં માટે ભૂચરમોરીનાં મેળામાં મંડળીઓ વચ્ચે હરિફાઈઓ થતી.જેમાંથી લતીપુરમાં રાસ મંડળી બની,1985માં મકનબાપા સાવલિયા અને ખીમજીભાઈ માલાણીએ આ ગરબી મંડળી બનાવી હતી.
આ પણ વાંચો :IND VS SL : સુપર ઓવર વિવાદ પર શ્રીલંકાના કોચ સનથ જયસૂર્યા થયા ગુસ્સે! ICC પાસે કરી આ માંગ,જાણો શું છે સમગ્ર મામલો

એ સમયે કાચીકામ કોઠી પીઠનાં શંકરાચાર્યજીનાં સ્વાગત આ મંડળીએ ગરબીથી કર્યું હતું જે એ વખતે મહેન્દ્રભાઈ 12 વર્ષની વયે જોડાયાને ધાર તલવાર ગરબો રજૂ કરી વાહ..વાહ..મેળવી હતી.મહેન્દ્રભાઈ કહે છે કે,એ સમયએ લાકડાની તલવાર પર અબરસ લગાવી તલવાર રાસ થતો,આજે ઘણું પરિવર્તન આવ્યું છે.મંડળીનો ધાર તલવાર અને કણબી રાસ વિશ્વ વિખ્યાત બન્યો છે.

નાના એવા ગામની આ મંડળીએ શેરી ગલીથી શરૂ કરેલ તાલ અને તાલી આજે દુનિયાભરમાં ગુંજી રહી છે.વર્ષ 1996માં પ્રથમ વાર ઇન્ડોનેશિયામાં ગરબા માટે ગયા હતા.દેશના વિદેશ મંત્રાલય દ્વારા કલચરલ પ્રોગ્રામ માટે લતીપુરની મંડળીની પસંદગી કરાઈ છે.અત્યાર સુધીમાં મસ્કત,દુબઇ,યુરોપ,જર્મની,નેધરલેન્ડ, સ્પેન સહિત દુનિયાના અનેક દેશોમાં ગરબા રમી આવ્યાં છે.આપણા માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે 96 વખત અલગ અલગ દેશોમાં ગરબા ઘૂમી આવ્યા છે.

આ વખતે આફ્રિકામાં લતીપુર મંડળીની રમઝટ
બે દિવસ પહેલાં મહેન્દ્રભાઈ અને 12 કલાકારો સાથે મંડળી રાજકોટથી આફ્રિકા ગયા છે.ત્યાં 7 ઓક્ટોબર સુધી રાસ ગરબાની રમઝટ કરશે.મહેન્દ્રભાઈ સાથે સંસ્કૃતિ ડાન્સ એકેડમીનાં અંજનાબેન અગ્રાવત કોરિયોગ્રાફી કરાવે છે.આ મંડળીને લોકનૃત્યમાં 50 વર્ષ થતાં રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલ છે.

લતીપુર મંડળી પાસે ગરબે ઘૂમતા શીખ્યો ફિલ્મસ્ટાર રણબીરસિંઘ
ફિલ્મ રામલીલા માટે નગાડે સંગ ઢોલ ગીત માટેની કોરિયોગ્રાફી કરવા માટે સંજય લીલાભાનુશાળીએ લતીપુરની મંડળીને આમંત્રણ આપ્યું હતું.એ સમયે મહેન્દ્રભાઈ અને કલાકારો મુંબઈ જઇ શકે એમ ન હતાં.મહેન્દ્રભાઈએ કહ્યું કે,અમારો ઉદ્દેશ લોક સંસ્કૃતિનાં પ્રસાર માટેનો છે,જેથી મનોરંજનક્ષેત્રથી દૂર રહ્યા છીએ પણ ગેલેક્સી ગ્રુપનાં કિરણભાઈ પટેલની મદદથી અહીં અમે સવાણી ઓડિટોરિયમમાં રણવીર સિંઘ ને ગરબો શીખવ્યો હતો.
