IND-PAK ફાઇનલ મેચ પહેલા ICCની કાર્યવાહી : પાકિસ્તાની ખેલાડીની મેચ ફી કાપી,આ ખેલાડીને પણ લગાવી ફટકાર
ભારત-પાકિસ્તાન વચ્ચે 21 સપ્ટેમ્બરના રોજ મેચ રમાઈ હતી જેમાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી. આ મેચમાં જ્યારે પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાને સુપર 4 રાઉન્ડની મેચમાં ભારત સામે પોતાની અડધી સદી પૂરી કર્યા પછી ગન સેલિબ્રેશન કર્યું હતું ત્યારે હવે BCCIએ પણ હરિસ રૌફના ભડકાઉ વર્તન અંગે ICCમાં ફરિયાદ નોંધાવી હતી. સુપર ફોર મેચ દરમિયાન પાકિસ્તાની બોલર હરિસ રૌફ અને સાહિબજાદા ફરહાન હેડલાઇન્સમાં ચમક્યા હતા. હરિસ રૌફે ભારતીય ઓપનર અભિષેક શર્મા અને શુભમન ગિલને શાબ્દિક રીતે દુર્વ્યવહાર કર્યો હતો અને અપમાનજનક હાવભાવ પણ કર્યા હતા. ત્યારે હવે ICC દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.
આ દરમિયાન, પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન સાહિબઝાદા ફરહાને મેચમાં અડધી સદી ફટકાર્યા બાદ ગન સેલિબ્રેશન કર્યું હતું . આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ હવે હરિસ રૌફ અને સાહિબઝાદા ફરહાન સામે કાર્યવાહી કરી છે. સૂત્રો સૂચવે છે કે ICC એ હરિસ રૌફને તેમની મેચ ફીના 30 ટકા દંડ ફટકાર્યો છે. સાહિબઝાદા ફરહાનને ફક્ત “બંદૂકની ઉજવણી” માટે ઠપકો આપવામાં આવ્યો હતો અને દંડ ફટકારવામાં આવ્યો નથી.
સુનાવણી દરમિયાન પાકિસ્તાની ટીમ મેનેજર પણ હાજર
ટુર્નામેન્ટના સૂત્રો અનુસાર, ICC મેચ રેફરી રિચી રિચાર્ડસન શુક્રવારે (26 સપ્ટેમ્બર) બપોરે પાકિસ્તાની ટીમ હોટલમાં સુનાવણી પૂર્ણ કરી હતી. બંને ખેલાડીઓ (હારિસ રૌફ અને સાહિબઝાદા ફરહાન) વ્યક્તિગત રીતે સુનાવણીમાં હાજર રહ્યા હતા, જ્યારે તેમના જવાબો પણ લેખિતમાં સબમિટ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન પાકિસ્તાની ટીમ મેનેજર નવીદ અકરમ ચીમા પણ હાજર હતા.
BCCI એ ફરિયાદ નોંધાવી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુધવારે હરિસ રૌફ અને સાહિબઝાદા ફરહાન સામે ICC ને ફરિયાદ નોંધાવી હતી. અહેવાલો અનુસાર, રૌફે ‘વિમાન પડી રહ્યું છે’ એવો ઈશારો કરીને ભારતીય દર્શકોની મજાક ઉડાવી હતી, જ્યારે ફરહાનના ઉજવણીને ભારતીય ટીમે પણ અપમાનજનક ગણાવી હતી. પાકિસ્તાન અને ભારત હવે રવિવારે એશિયા કપ 2025ના ફાઇનલમાં એકબીજાનો સામનો કરશે.
ટુર્નામેન્ટના એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “મેચ રેફરી રિચી રિચાર્ડસનએ શુક્રવારે બપોરે ટીમ હોટલમાં પોતાની સુનાવણી પૂર્ણ કરી હતી. આક્રમક વર્તન બદલ હરિસ રૌફને તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. સાહિબજાદા ફરહાનને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યો છે.”
સુનાવણી દરમિયાન, હરિસ રૌફ અને સાહિબજાદા ફરહાને દોષિત ન હોવાની કબૂલાત કરી હતી. પાકિસ્તાની બોલરે જણાવ્યું હતું કે તેનો ‘6-0’નો ઈશારો ભારત સાથે સંબંધિત નથી. દરમિયાન, સાહિબજાદા ફરહાને ગન સેલિબ્રેશન રાજકીય રીતે પ્રેરિત હોવાનો ઇનકાર કર્યો હતો. ફરહાને કહ્યું કે તેનો રાજકીય સંદેશ મોકલવાનો કોઈ ઈરાદો નહોતો. ફરહાને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની અને વિરાટ કોહલીનું ઉદાહરણ પણ આપ્યું, જેમણે ઉજવણી દરમિયાન સમાન બંદૂકના ઈશારાઓનો ઉપયોગ કર્યો હતો.
