હવે તમારું 20 વર્ષ જૂનું વાહન ભંગારમાં નહી જાય : બે ગણી ફી જમા કરાવીને ચલાવી શકાશે, જાણો કેટલો ચાર્જ લાગશે?
દેશમાં હવે વાહન માલિકોએ 20 વર્ષ જુના પોતાના વાહનો ભંગારમાં નહી કાઢી નાખવા પડે. વાહન માલિકો નિર્ધારિત ફી જમા કરાવીને ટુ-વ્હીલરથી લઈને કાર અને માલવાહક વાહનોનું રી-રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ સંદર્ભે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
આ નોટિફિકેશન અનુસાર, 20 વર્ષ જુના વાહનનું નવેસરથી રજીસ્ટ્રેશન કરાવવા માટે વાહનની ફિટનેસ તપાસ અને પી.યુ.સી પછી બે ગણી ફી ભરવી પડશે. આ પછી આ વાહનો માર્ગ ઉપર દોડાવી શકાશે. આ નવા નિયમોથી જુના વાહન ધારકોને મોટી રાહત મળશે.

આ પણ વાંચો :મેચમાં ગન સેલિબ્રેશન મામલે ICCની સુનાવણી : પાકિસ્તાની ખેલાડી ફરહાને પોતાના બચાવમાં ધોની અને કોહલીનું આપ્યું ઉદાહરણ
કેન્દ્ર સરકારે દરેક રાજ્યોના પરિવહન વિભાગને નોટિફિકેશન મોકલી આપ્યું છે. એક એવી દલીલ કરવામાં આવી છે કે, આ નિર્ણયથી પ્રદુષણ વધવાની સંભાવના છે. જો કે સરકારે રી-રજીસ્ટ્રેશનની ફી વધારવા સંદર્ભે વાંધા-સૂચનો પણ મગાવ્યા છે.
