ટ્રમ્પ શરણે આવશે! 25 ટકા વધારાનો ટેરિફ હટી શકે છે,દેશના મુખ્ય આર્થિક સલાહકારનું નિવેદન
ભારતના આકરા વલણને પગલે અમેરિકી પ્રમુખ ટ્રમ્પની શાન ઠેકાણે આવી છે તેવા સંકેત મળ્યા છે અને ભારત સામેના ભારે ટેરિફમાં તેઓ કાપ મૂકી શકે છે. દેશના મુખ્ય આર્થિક સલાહકાર, વી. અનંત નાગેશ્વરને જણાવ્યું છે કે અમેરિકા ટૂંક સમયમાં ભારતીય માલ પર લાદવામાં આવેલ વધારાના 25% દંડ ટેરિફને દૂર કરી શકે છે. વધુમાં, અમેરિકા દ્વારા લાદવામાં આવેલ પારસ્પરિક ડ્યુટી પણ વર્તમાન 25% થી ઘટાડીને 10 થી 15% ની વચ્ચે કરી શકાય છે. આમ ટેરિફ ટસલ હવે ટૂક સમયમાં જ સમાપ્ત થઈ શકે છે.

કોલકાતામાં એક કાર્યક્રમમાં બોલતા, નાગેશ્વરને જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે અમેરિકા આગામી થોડા સપ્તાહોમાં જ અને 8 થી 10 સપ્તાહમાં જ આ દંડ ટેરિફને દૂર કરવાનો નિર્ણય લેશે, કદાચ તેનાથી વહેલા પણ પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે. બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ અંગે વાતચીત ચાલી રહી છે અને અમેરિકાને ભારત પ્રતિ નરમ વલણ બતાવવું પડ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે પારસ્પરિક ડ્યુટી અગાઉ અપેક્ષિત સ્તર સુધી, એટલે કે 10 થી 15% સુધી ઘટાડી શકાય છે. જો આવું થાય, તો તે ભારતીય નિકાસકારોને નોંધપાત્ર રાહત આપશે અને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવશે. ટેરિફ દૂર કરવાથી ભારતીય સ્ટીલ, એલ્યુમિનિયમ અને અન્ય ઔદ્યોગિક ઉત્પાદનોને યુએસ બજારમાં સરળતાથી પ્રવેશ મળશે.
દિલ્હીની બેઠક સફળ હતી.
આ પણ વાંચો : VIDEO : iPhone 17 લેવા મારામારી! સ્ટોરની બહાર લાફાવાળી, નવી સિરીઝનું વેચાણ શરૂ થતાં લોકો થયા ઘેલા
મુખ્ય વેપાર વાટાઘાટકાર અને વાણિજ્ય મંત્રાલયના વિશેષ સચિવ, રાજેશ અગ્રવાલ, તાજેતરમાં નવી દિલ્હીમાં દક્ષિણ અને મધ્ય એશિયા માટે યુએસ વેપાર પ્રતિનિધિ, બ્રેન્ડન લિંચ સાથે મુલાકાત કર્યા પછી આ નિવેદન આવ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ગયા મહિને ભારતીય નિકાસ પર વધારાના ટેરિફની જાહેરાત કર્યા પછી બંને દેશો વચ્ચે આ પહેલી સામ-સામે મુલાકાત હતી.
ભારતની નિકાસ વધવાની અપેક્ષા
નાગેશ્વરને એમ પણ જણાવ્યું હતું કે ભારતની નિકાસ સતત વધી રહી છે. હાલમાં, ભારતની વાર્ષિક નિકાસ લગભગ 850 અબજ યુએસ ડોલર છે, જે આગામી થોડા વર્ષોમાં તેને 1 ટ્રિલિયન યુએસ ડોલર સુધી વધારવાનો લક્ષ્યાંક છે. આ ભારતની મજબૂત અને ખુલ્લી અર્થવ્યવસ્થાને પ્રતિબિંબિત કરે છે.
અમેરિકાએ ભારે ટેરિફ કેમ લાદ્યા?
રાષ્ટ્રપતિ ટ્રમ્પે 1977ના કાયદા, ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ હેઠળ ભારત સહિત અનેક દેશો પર ભારે ટેરિફ લાદ્યા હતા, જે યુએસ સુરક્ષા અને આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે રચાયેલ છે. ભારતે 25 ટકા ટેરિફનો સામનો કરવો પડ્યો હતો, જે પછીથી યુએસમાં વેચાતા તમામ ભારતીય ઉત્પાદનો પર 50 ટકા સુધી વધારવામાં આવ્યો હતો.
