રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓને રાખડી બાંધતા સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા
સમગ્ર દેશમાં ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનો આવી હતી. કેદીભાઈઓને બહેનો રાખડી બાંધવા માટે જેલ પહોંચી હતી. સવારથી જેલમાં કુલ 2100 કેદી ભાઈઓ માટેરાખડી બાંધવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક સાથે 10-10 બહેનોને નામ નોંધણી કરી ભાઈઓને કંકુ-તિલક કરી, મોં મીઠું કરાવીનેરાખડી બાંધવામાં હતી.જેલમાં સજા કાપી રહેલા ભાઈઓને રાખડી બાંધતા સમયે કેટલીક બહેનોના આંખમાંથી આસું સારી પડતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.જેલમાં સંપૂર્ણ બંદોબસ્ત વચ્ચે આ રક્ષાબંધનનાપર્વની ઉજવણી કરવામાં આવીહતી.
