Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં બિલ્ડરે લોનવાળા 17 ફ્લેટ વેંચી નાખ્યા, ખરીદનારા ફસાઇ ગયા : આ રીતે સામે આવ્યું સમગ્ર કૌભાંડ

Thu, September 18 2025

રાજકોટ શહેરના રાધાનગર નજીક ગલાલવિહાર સોસાયટી શેરી નં.2માં રહેતા અને કોટડાસાંગાણીના મોટા માંડવા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હેતલબેન મોહનીશભાઈ ટીલાળા (ઉ.વ.40) તથા અન્ય 16 ફ્લેટધારકો સાથે બિલ્ડર વિરેન બાબુભાઈ સિંધવ (રહે.વંદના હેરિટેજ બ્લોક નં.બી/402, પી.ડી. માલવિયા કોલેજ પાછળ, ગોંડલ રોડ) તથા તપાસમાં ખુલે તેઓએ મળી અગાઉથી જ મોર્ગેજ કરીને લોન લીધેલા ફ્લેટ વેચીને છેતરપિંડી, વિશ્વાસઘાત આચર્યાના આરોપસર રાજકોટ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદની વિગતો મુજબ શિક્ષિકા હેતલબેને મવડી રોડ, બાપા સીતારામ ચોક, રિયલ પ્રાઈમ પાછળ શિવાય ફ્લેટ્સ નામે 32 ફ્લેટની આરોપી વિરેન સિંધવે બનાવેલી ઈમારતમાં પાંચ વર્ષ પૂર્વે તા.26-5-2020ના રોજ ફ્લેટ બેન્કમાં લોન લઈ ખરીદ કર્યો હતો. જે ફ્લેટમાં શિક્ષિકાનો પરિવાર રહેવા આવ્યો હતો. પાંચ વર્ષ બાદ ખ્યાલ આવ્યો કે બિલ્ડરે ફ્લેટનો દસ્તાવેજ કર્યો એ પૂર્વે જ 32 પૈકી 17 ફ્લેટ માંડવરાયજી ક્રેડિટ કો-ઓ. સોસાયટી લિ.માં ગીરવે મુકીને 2.50 કરોડની લોન મેળવી લીધી હતી. લોન રિકવરી નોટિસ હેતલબેન ઉપરાંત અન્ય ફ્લેટ ધારકોને મળી હતી.

આ પણ વાંચો : અનિરુદ્ધસિંહ જાડેજાને આ તારીખ સુધીમાં કરવું પડશે સરેન્ડર : સુપ્રીમ કોર્ટથી રાહત નહી, હાઇકોર્ટનો ઓર્ડર યથાવત્ રાખ્યો

અન્ય ફ્લેટ ધારકો પ્રજ્ઞાબેન નિલેશભાઈ ચૌહાણ, જોશનાબેન રમેશભાઈ ડાંગરિયા, ભારતીબેન દિનકરભાઈ જોશી, જયેશભાઈ દુલેરાય પંડ્યા, મંજુલાબેન ભીખાભાઈ ભંડેરી, કૃષ્ણાબેન અનિલભાઈ સાવલિયા, રેખાબેન પ્રશાંતભાઈ ધામેલિયા, અંકિતાબેન ગૌરવભાઈ રોજાસરા, ક્રિષ્નાબેન પંકજભાઈ મહેરા તથા અન્ય ફ્લેટ ખરીદદારોને પણ નોટિસ મળી હતી જેથી બધા એકત્રિત થયા હતા. બિલ્ડરને નોટિસ બાબતે વાકેફ કરતાં બિલ્ડર વિરેન સિંધવે કહ્યું કે, તેણે 2019માં માંડવરાયજી ક્રેડિટ કો-ઓપ. સોસાયટી લિ.માં બિલ્ડિંગની ફાઈલ મુકીને 2.50 કરોડની લોન લીધી હતી. બે કરોડ રૂપિયા ભરપાઈ કરી દીધા છે. 50 લાખ રૂપિયા બાકી છે પરંતુ હાલ પોતાની પાસે નાણાંની સવલત છે નહીં.

આ પણ વાંચો : ચોરી પકડાઇ ગઈ! મોરબીમાં કરચોરી માટે ભાડે રાખેલો ‘ફ્લેટ’મળ્યો: 100 કરોડનાં વ્યવહારો,10 કરોડ રોકડ મળી

જે તે સમયે ફ્લેટધારકોને બિલ્ડર વિરેને દસ્તાવેજો કરી આપ્યા, તેમાં સરકાર, સરકારી, સહકારી બેન્ક, પેઢી, નિગમ કે સહકારી મંડળીનું કે કોઈ વ્યક્તિનો કોઈપણ પ્રકારનો કરજ, બોજો નથી કે ચાર્જ, જામીનગીરી કે કોઈપણ પ્રકારના હક્ક નથી તેવો ઉલ્લેખ કરાયો હતો, લખાણ હતું. લોન લીધેલી હોવા છતાં છૂપાવીને ફ્લેટ હોલ્ડરો સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી આચરી હોવાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે.

ફ્લેટધારકોને રિકવરી માટેની નોટિસ આવતા કૌભાંડ ખૂલ્યું

ફ્લેટધારકોએ ફ્લેટ ખરીદ કર્યા ત્યારે તેઓને ઉત્તરોત્તર ઓરિજનનલ દસ્તાવેજો નકલો અપાઈ હતી જે દસ્તાવેજો આધારે ફ્લેટ ખરીદનારાઓએ દસ્તાવેજ મોર્ગેજ કરીને લોન લીધી હતી. હવે એ ફ્લેટધારકોને રેગ્યુલર હપ્તાઓ ભરવા છતાં અન્ય માંડવરાયજી મંડળીના નામની 66.35 લાખ રૂપિયા 15 દિવસમાં ભરવાની રિકવરી નોટિસ મળી હતી જે નોટિસ આવતા ફ્લેટ હોલ્ડરોને ખ્યાલ પડ્યો અને બિલ્ડરે પાંચ વર્ષથી છૂપાવેલી કે બારોબાર બાબુભાઈ માધાભાઈ સિંધવ તથા હેમલ દીપકભાઈ સોમૈયાને જામીન તરીકે દર્શાવીને લીધેલી લોનના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અંતે બધા ફ્લેટ હોલ્ડરોએ એકત્રિત થઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટની હોટલોમાં શૈયા સુખના સોદા? બંધ બારણે માંગો તે મળે કે પીરસવામાં આવતું હોવાની ચર્ચા

Next

ગોંડલના ધારાસભ્યની હત્યાના કેસમાં આજે અનિરુદ્ધસિંહ જાડેજા કરી શકે છે સરેન્ડર : અમિત ખૂંટ આપઘાત કેસમાં થઈ શકે છે ધરપકડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
3 કલાક પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
4 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
4 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
5 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

ગીર સોમનાથમાં ભૂંકપ, ચાર મિનિટમાં આવ્યા બે આંચકા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
World’s Angriest Country !! આ છે દુનિયાના સૌથી ક્રોધિત દેશો, જાણો ભારતનું સ્થાન કયુ છે ??
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
રાજકોટમાં વિદ્યાનગર મેઈન રોડ પર ગત રાત્રે બનેલી ફાયરિંગની ઘટનામાં જંગલેશ્વર વિસ્તારના નામચીન બે સખશો વચ્ચે ચાલતી તકરાર કારણભૂત ? હોસ્પિટલ પાસે જ ધડાધડ ભડાકા થયા
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
મંગલસૂત્ર વિવાદમાં મોદી પર આકરા પ્રહાર કોણે કર્યા..વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર