રાહુલે કહ્યું, ‘આખું લદાખ જાણે છે…’
ચીને જાહેર કરેલા નકશા નો વિવાદ વકર્યો
આગામી મહિને મળનારી G20 બેઠકમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ ઉપસ્થિતિથ રહેવાના છે પણ એ પૂર્વે ચીને અક્સાઈ ચીન અને અરુણા પ્રદેશને પોતાનો ભાગ ગણાવતો નકશો પ્રસિદ્ધ કર્યો તે પછી ઘર આંગણે ભારતમાં રાજકીય ઘમસાણ મચી ગયું છે. વિપક્ષોએ આ મુદ્દે કેન્દ્ર સરકાર કેમ આક્રમક અને સ્પષ્ટ વલણ નથી અપનાવતી તેવા સવાલ કર્યા છે. ચીન ના નકશા નો ઉલ્લેખ કરી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીને આપણી જમીનમાં ઘૂસણખોરી કરી હોવાનું હું તો પહેલેથી જ કહેતો આવ્યો છું.નોંધનીય છે કે તાજેતરમાં લદાખના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ સરહદી વિસ્તારના લોકો સાથેની વાતચીતનો હવાલો આપી અને ચીનની આ કથિત ઘૂસણખોરી અંગે સરકારના અભિગમની ટીકા કરી હતી. ચીનેવનકશો કર્યા બાદ ફરી એક વખત તેમણે કહ્યું કે આખું લદાખ જાણે છે કે ચીને આપણો પ્રદેશ પચાવી પાડ્યો છે. આપણી ભૂમિ ઉપર કોઈએ પ્રવેશ કર્યો નથી એવો વડાપ્રધાન મોદીનો દાવો ખોટું હોવાનું તેમણે જણાવ્યું હતું અને આ મુદ્દે વડાપ્રધાન સ્પષ્ટતા કરે તેવી માગણી કરી હતી.
શશી થરૂરનું સૂચન
કોમ્બિનેતા શશી થરૂરે કહ્યું કે ચીન વારંવાર અરુણાચલ પ્રદેશ ઉપર દાવો કરે છે અને આપણે એ નકારતા રહીએ છીએ. તેમણે ઉમેર્યું કે ભારતે પણ તિબેટીયન નાગરિકોને સ્ટેપલ પાસપોર્ટ આપવા જોઈએ અને વન ચાઈના પોલીસીને સમર્થન આપવાનું બંધ કરવું જોઈએ
સુબ્રમણ્યમ સ્વામી નો દાવો
ચીને ભારતનો મોટો પ્રદેશ પચાવી પાડ્યો હોવાનો સુબ્રહ્મણીમ સ્વામી સતત આક્ષેપ કરતા રહ્યા છે ગઈકાલે ચીને નક્ષોબરજૂ કર્યોતે પછી ફરી એક વખત તેમણે સરકાર ઉપર નિશાન તાક્યું હતુ અને ઘૂસણખોરી અંગેના પોતાના દાવાનો પુનરોચ્ચાર કર્યો હતો.