નેપાળમાં ફરી હિંસા : જેલમાંથી ભાગેલા કેદીઓ પર સેનાએ ગોળીબાર કરતા 2ના મોત : અશાંતિ વચ્ચે વચગાળાની સરકાર રચવા કવાયત
નેપાળમાં અશાંતિ અને રાજકીય અસ્થિરતાનો સમયગાળો ચાલુ છે. અરાજકતા, હિંસા અને અજંપા વચ્ચે રાજનીતિમાં એક નવો જ વળાંક આવી રહેલો દેખાય છે અને સત્તા સંકટ વચ્ચે દેશની કમાન સોંપવા માટેની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન, નેપાળના રામેછાપમાં કેદીઓએ જેલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ સેનાએ ગોળીબાર કર્યો હતો જેમાં 2 કેદીણા મોત નિપજ્યાં છે.
સેના સાથેની અથડામણ દરમિયાન વધુ 10 કેદીઓને ગોળી વાગી
સેનાના ગોળીબારમાં બે કેદીઓના મોત થયા છે. સેના સાથેની અથડામણ દરમિયાન વધુ 10 કેદીઓને ગોળી વાગી છે. સેનાએ નેપાળનો કબજો મેળવ્યા પછી ગોળીબારની આ પહેલી ઘટના છે. અગાઉ, SSB એ કાઠમંડુ જેલ બ્રેકમાંથી ભાગી ગયેલા એક બાંગ્લાદેશી નાગરિકને પકડ્યો હતો. આ વ્યક્તિને સોનાની દાણચોરીના આરોપમાં નેપાળમાં પાંચ વર્ષ માટે જેલમાં રાખવામાં આવ્યો હતો.
ઉલેખનીય છે કે નેપાળમાં ઓલી સરકાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનના બીજા અને ત્રીજા દિવસે, નેપાળના વિવિધ જિલ્લાઓમાંથી લગભગ 15000 કેદીઓ જેલમાંથી ભાગી ગયા છે. ત્યારે આજે પણ રામેછાપમાં કેદીઓએ જેલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ સેનાએ ગોળીબાર કર્યો હતો જેમાં 2 કેદીણા મોત નિપજ્યાં છે.
વચગાળાની સરકાર રચવા કવાયત

આંદોલનકારીઓ દ્વારા દેશના વચગાળાના વડાપ્રધાન તરીકે સુપ્રીમ કોર્ટના પૂર્વ મહિલા જસ્ટિસ સુશિલા કાર્કીની નિયુક્તિ કરવાની માગણી કરી હતી. આંદોલનકારીઓ દ્વારા વર્ચ્યુઅલ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં 5000 લોકો જોડાયા હતા અને સૌથી વધુ ટેકો સુશિલાને મળ્યો હતો. જો કે સુશિલા કાર્કીએ એવી શરત રાખી હતી કે 1000 લોકોનું સમર્થન હશે તો જ હું સરકારની કમાન સંભાળીશ. પરંતુ વર્ચ્યુઅલ બેઠકમાં એમને કુલ 2500 લોકોનો ટેકો મળી ગયો હતો. બીજી બાજુ વડાપ્રધાન તરીકે જેમના નામની ચર્ચા હતી તે બાલેન્દ્ર શાહે કોઇ દિલચસ્પી બતાવી ન હતી અને આંદોલનકારીઓનો ફોન જ ઉપાડ્યો ન હતો.
દરમિયાનમાં નેપાળમાં સેનાએ બાજી સંભાળી લીધી છે અને ત્યારબાદ તોફાનો શાંત થઇ ગયા હતા. આમ છતાં સમગ્ર દેશમાં કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો હતો અને હાઇએલર્ટ અપાયું હતું. તોફાનો દરમિયાન જેલમાંથી 13 હજાર કેદીઓ પણ નાસી ગયા હતા. એ જ રીતે સ્થિતિ સુધરી જતાં કાઠમાંડુ એરપોર્ટ પણ ખોલી દેવામાં આવ્યું હતું. આંદોલનકારીઓ અને સેના વચ્ચે વાતચીત પણ થવાની છે. પરંતુ એ દરમિયાન સત્તાના સંકટ વચ્ચે નેપાળમાં વચગાળાની સરકાર રચવાની કવાયત બુધવારે શરૂ કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો : ‘આ મેચ સેનાનું મનોબળ નબળું પાડશે’ એશિયા કપમાં IND-PAK વચ્ચેની મેચ રદ કરાવવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી
વર્ચ્યુઅલ બેઠકમાં સુશિલા કાર્કી ઉપરાંત અન્ય કેટલાક નામો અંગે પણ ચર્ચા થઇ હતી. જેમાં કુલમાન ઘિસિંગ, સાગર ઢકાલ અને હર્કા સંપાંગ જેવા નામો પર ચર્ચા થઇ હતી પરંતુ મોટાભાગના લોકોને સુશિલા કાર્કીને ટેકો આપ્યો હતો. સુશિલા જો પ્રસ્તાવનો સ્વીકાર કરશે તો તેઓ પ્રથમ સેનાના પ્રમુખ સાથે બેઠક કરશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી મેળવશે.
