‘Jolly LLB 3’નું ટ્રેલર રીલીઝ : અરશદ વારસી અને અક્ષય વચ્ચે કોર્ટરૂમમાં થશે જબરજસ્ત લડાઈ,ફિલ્મમાં મળશે આ સરપ્રાઈઝ
જેની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ ફિલ્મ એટલે Jolly LLB 3 જેનું ધમાકેદાર ટ્રેલર આજે રીલીઝ થયું છે. ફિલ્મના બંને પાર્ટ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યા હતા ત્યારે Jolly LLB 3એ ત્રિપલ ધમાકા ફિલ્મ હશે. આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે જોલી નામના જ 2 પાત્ર છે જે કોમેડીનો ડોઝ સાથે લાવશે ફિલ્મમાં કોમેડીની સાથે ભાવનાત્મક ઊંડાણ પણ દેખાય છે. ટ્રેલર જોયા પછી સ્પષ્ટ થાય છે કે આ વખતે વાર્તા ફક્ત કોર્ટરૂમ ડ્રામા નથી, પરંતુ ખેડૂતોના દુઃખ અને સામાજિક ન્યાય માટેની લડાઈને પણ સ્પર્શે છે.

‘Jolly LLB 3’ ની વાર્તા શું હશે?
‘Jolly LLB 3’ ફિલ્મ શ્રેણીની વાર્તા સામાન્ય રીતે ખૂબ જ ભાવનાત્મક અને સત્ય ઘટનાઓ પર આધારિત હોય છે. પરંતુ પાત્રો વચ્ચેની મસ્તી અને કોમેડી આ સસ્પેન્સ-ડ્રામાને વધુ મનોરંજક બનાવે છે. ‘Jolly LLB 3’ પણ આ જ થીમ સાથે સંબંધિત છે. તેની વાર્તા ખેડૂતો સાથે સંબંધિત હશે જેમાં તેઓ એક મોટા વ્યક્તિત્વ સામે ઉભા જોવા મળશે.
‘Jolly LLB 3’ નું ટ્રેલર અહીં જુઓ:
ફિલ્મમાં, બંને જોલી એકબીજાની સામે ઉભા જોવા મળશે. જ્યાં જોલી નંબર 1 એટલે કે અરશદ વારસી ખેડૂતો માટે ઉભા રહેશે. બીજી તરફ, બીજા જોલી એટલે કે અક્ષય કુમાર પૈસાના લોભને કારણે એક મોટા વ્યક્તિત્વ માટે કેસ લડતા જોઈ શકાય છે. જોકે, તે ફિલ્મમાં એક મોટો ટ્વિસ્ટ પણ લાવી શકે છે, જે તેના ટ્રેલરના કેટલાક શોટ પરથી જોઈ શકાય છે. પરંતુ અત્યારે આ કહેવું થોડું વહેલું હશે.

કોર્ટમાં બંને જોલીને સાથે જોઈને જજ ત્રિપાઠી એટલે કે સૌરભ શુક્લાની હાલત પણ ખરાબ થવાની છે. કારણ કે જજ ત્રિપાઠી બંને વચ્ચેની લડાઈમાં પિસાઈ જવાના છે, જેમાં એક જબરદસ્ત કોમેડી તડકા પણ જોવા મળી રહ્યો છે. છેલ્લી બે Jolly LLB ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવામાં સફળ રહી છે. તેનો ત્રીજો ભાગ પણ ચાહકોમાં ધૂમ મચાવવામાં સફળ રહેશે તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં, જ્યારે ફિલ્મ રિલીઝ થશે, ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે ચાહકોને અક્ષય-અરશદની ફિલ્મ ગમશે કે નહીં.
તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘Jolly LLB 3 3’ 19 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. અક્ષય કુમાર, અરશદ વારસી અને સૌરભ શુક્લા ઉપરાંત, તેમાં અમૃતા રાવ, હુમા કુરેશી, સીમા બિશ્વાસ, ગજરાજ રાવ અને રામ કપૂર જેવા કલાકારો જોવા મળશે.
