ખાનગી ડિનર પાર્ટીમાં ટ્રમ્પના બે અધિકારીઓ વચ્ચે જોવા જેવી થઈ : ઢીશુમ ઢીશુમ થતાં સહેજમાં રહી ગયું,જાણો શું છે મામલો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બે ટોચના અધિકારીઓ વચ્ચે એક ખાનગી ડિનર પાર્ટીમાં ભારે બોલાચાલી થઈ હતી. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે હાઉસિંગ ફાઇનાન્સ એજન્સીના ડિરેક્ટર બિલ પલ્ટે સામે ઉશ્કેરાઈને ગાળાગાળી કરી અને માર મારવાની ધમકી આપી હતી.નજરે જોનારાના કહેવા મુજબ ઢીશુમ ઢીશુમ થતાં સ્હેજમાં રહી ગયું હતું.
આ પણ વાંચો : GSTમાં ઘટાડા બાદ કાર, બાઇકની કંપનીઓએ જૂના -નવા ભાવના પોસ્ટર લગાવવા પડશે : કેન્દ્ર સરકારે આપ્યો આદેશ
આ ઘટનાને પગલે ” ટીમ ટ્રમ્પ “નો આંતરિક કલેશ સપાટી પર દેખાઈ ગયો છે. જ્યોર્જટાઉન સ્થિત “એક્ઝિક્યુટિવ બ્રાન્ચ” ક્લબમાં ખાનગી ડિનરમાં પોડકાસ્ટર ચમથ પલિહાપિતિયાના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ આ પ્રસંગમાં યુએસના ટ્રાન્સપોર્ટ સેક્રેટરી શોન ડફી,કોમર્સ સેક્રેટરી હાવર્ડ લટનિક,ઇન્ટિરિયર સેક્રેટરી ડગ બર્ગમ, કૃષિ સેક્રેટરી બ્રુક રોલિન્સ,નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર ટુલસી ગબ્બાર્ડ,એસબીએ એડમિનિસ્ટ્રેટર કેલી લોફ્લર,મેડિકેર–મેડિકેઇડ વડા મહમેત ઑઝ અને વેન્ચર કેપિટલિસ્ટ ડેવિડ સૅક્સ જેવા મહાનુભાવો ઉપસ્થિત હતા.તેમની વચ્ચે જ બેસન્ટ અને પલ્ટે વચ્ચે અથડામણ શરૂ થતાં વાત હાથાપાઈ સુધી પહોંચવા આવી હતી. અંતે ક્લબના સહ-માલિક ઓમીદ માલિકે વચ્ચે પડીને બન્નેને છૂટા પડી અને મામલો થાળે પડ્યો હતો.
બંન્ને વચ્ચેનો વાર્તાલાપ
- બેસન્ટ (પલ્ટેને): “શા માટે તું રાષ્ટ્રપતિ સાથે મારી ચર્ચા કરે છે?( ફ.. યુ.) હું તારા ચહેરા પર ઘૂંસો મારી દઈશ.”
- બેસન્ટ: “ હું રહું કે એ રહે. તમે નક્કી કરો, અહીંથી કોણ નીકળશે.”
- બેસન્ટ: “અથવા તો આપણે બહાર જઈએ.”
- પલ્ટે: “શા માટે? વાત કરવા?”
- બેસન્ટ: “ના, હું તારી ધોલાઈ કરવા જઈ રહ્યો છું.”
