નેપાળમાં Gen-Z revolution : સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે આંદોલન, સંસદમાં Gen-Z ઘૂસ્યા, ફાયરિંગમાં એકનું મોત, 80 ઈજાગ્રસ્ત
નેપાળમાં ઓલી સરકાર સામે યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાજધાની કાઠમંડુના રસ્તાઓ પર હજારો યુવાન અને યુવતીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ત્યારે ટોળુ હિંસક બનતા કાઠમંડુમાં કરફ્યુ લાગુ થયું છે. સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ લાગતા યુવાનો તોફાને ચડ્યા છે.

Gen-Z વિરોધ પ્રદર્શનમાં પાંચ લોકોના મોત
અત્યાર સુધીમાં, Gen-Z વિરોધ પ્રદર્શનમાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 80 વિરોધીઓ ગોળીઓથી ઘાયલ થયા છે. કાઠમંડુ વહીવટીતંત્રે તોડફોડ કરનારાઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. જે ઇમારતમાંથી પોલીસે ગોળીબાર કર્યો હતો તે ઇમારતમાં તોડફોડ કરવામાં આવી છે.

સંસદ ભવનના ગેટ નંબર 2 પાસે વિરોધીઓએ આગ લગાવી છે અને આગ ઝડપથી વધી રહી છે. આગ હજુ સુધી ઓલવાઈ નથી. કાઠમંડુમાં Gen-Z વિરોધ પ્રદર્શન હિંસક બન્યા પછી, નેપાળી સેનાને તૈનાત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. નેપાળ સરકારે વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક કટોકટી સુરક્ષા બેઠક બોલાવી છે. પોલીસે કાઠમંડુમાં રાત્રે 10 વાગ્યા સુધી કર્ફ્યુ લાદ્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય સામે વિરોધ
નેપાળમાં યુવાનોએ ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણય સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. Gen-Z રસ્તાઓ પર સરકારના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો. પ્રદર્શન દરમિયાન લોકો ખૂબ જ હિંસક બન્યા. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો. ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા. રાજધાની કાઠમંડુમાં વિરોધીઓ પોલીસ બેરિકેડ તોડીને સંસદ ભવન સંકુલમાં પ્રવેશ્યા. કાઠમંડુના મૈતિઘરમાં વિરોધીઓ એકઠા થવા લાગ્યા.

તાજેતરના દિવસોમાં, ‘નેપો કિડ’ અને ‘નેપો બેબીઝ’ જેવા હેશટેગ્સ ઓનલાઈન ટ્રેન્ડ કરી રહ્યા છે. સરકારના નોંધણી વગરના પ્લેટફોર્મને બ્લોક કરવાના નિર્ણય પછી તેને વધુ વેગ મળ્યો છે. કાઠમંડુ જિલ્લા વહીવટી કાર્યાલય અનુસાર, ‘હામી નેપાળ’ એ આ રેલીનું આયોજન કર્યું હતું. આ માટે પૂર્વ પરવાનગી લેવામાં આવી હતી.
રાત્રે 10 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો
ધ હિમાલયન પોસ્ટના અહેવાલ મુજબ, કાઠમંડુ જિલ્લા વહીવટીતંત્રે બપોરે 12:30 થી રાત્રે 10:00 વાગ્યા સુધી મુખ્ય વિસ્તારોમાં કર્ફ્યુ લાદ્યો હતો. કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહે આ આંદોલનને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે વય મર્યાદાને કારણે ભલે તેઓ જોડાઈ ન શકે, પરંતુ યુવાનોનો અવાજ સાંભળવો જોઈએ.
Gen Z protesters have entered the Federal Parliament building. They broke through the police cordon, climbed over the gate, and entered the building. Police are firing tear gas to control the situation.@cmprachanda @ANI @FoxNews #Nepal #rbkhadka pic.twitter.com/v6FZRi4VR0
— RB KHADKA (@RBKHADKAKTM) September 8, 2025
સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો?
સરકારના જણાવ્યા અનુસાર, નેપાળમાં સોશિયલ મીડિયા કંપનીઓને 28 ઓગસ્ટથી નોંધણી માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જ્યારે ગયા બુધવારે સમયમર્યાદા પૂરી થઈ ગઈ. વડાપ્રધાન ઓલી સરકારે ચાર સપ્ટેમ્બરથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યૂબ, રેડિટ, X સહિત 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. જેનો Gen-Z દ્વારા મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે પણ મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ), આલ્ફાબેટ (યુટ્યુબ), એક્સ (અગાઉ ટ્વિટર), રેડિટ અને લિંક્ડઇન સહિત કોઈ પણ મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નોંધણી કરાવી ન હતી. ત્યારબાદ સરકારે ગુરુવારથી આ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.
સરકારે કહ્યું છે કે સોશિયલ મીડિયા પરનો આ પ્રતિબંધ ત્યારે જ હટાવવામાં આવશે જ્યારે આ કંપનીઓ નેપાળમાં પોતાની ઓફિસ ખોલશે, સરકારમાં નોંધણી કરાવશે અને અનિયમિતતાઓને રોકવા માટે એક સિસ્ટમ બનાવશે. અત્યાર સુધી, નેપાળમાં કંપની રજિસ્ટ્રાર ઓફિસમાં ફક્ત ટિકટોક, વાઇબર, નિમ્બઝ, વિટક અને પોપો લાઈવ જ નોંધણી કરાવી ચૂક્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નફરત ફેલાવવાના આરોપો
સરકારનું કહેવું છે કે નકલી આઈડી સાથે સંકળાયેલા વપરાશકર્તાઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ નફરત ફેલાવવા, અફવાઓ ફેલાવવા અને સાયબર ગુનાઓ કરવા માટે કરી રહ્યા હતા. આનાથી સમાજમાં અશાંતિ અને અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી હતી.
