6 વર્ષની બાળકી પાસે ગજબનું ટેલેન્ટ : રાજકોટની ‘વરદાએ 45 મિનિટ આંખે પાટા બાંધી સ્કેટિંગ કરી 2-2 વખત વર્લ્ડ રેકોર્ડ રચ્યો
તમે આંખે પાટા બાંધી ચાલી શકો…? ચાલો તો કેટલું ચાલી શકો..? એક વાર કલ્પના કરી જોવો..જો તેમાં સ્કેટિંગ કરવું પડે તો…જ્યારે આ કલ્પનાને રાજકોટની નાનકડી ટેણકી વરદાએ 6 વર્ષની વયે આંખે પાટા બાંધી સતત 45 મિનિટ સ્કેટિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ રચ્યો હતો.જ્યારે હમણાં 8 વર્ષની ઉંમરે રેસકોર્સમાં ટ્રાફિક વચ્ચે આંખે પાટા બાંધીને 26 મિનિટ સ્કેટિંગ કરીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સિદ્ધ કર્યો છે. માઈન્ડ પાવરની તાલીમ લઈને, થર્ડ આય અને ઓરા રીડિંગ જેવા અસાધારણ કૌશલ્યો વિકસાવ્યાં. તેનું એક જ સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવું …તેની જિજ્ઞાસાને પ્રેરણામાં ફેરવી ગયું. એ સ્વપ્ન માટે રેકોર્ડ બનાવવા શરૂ કરેલી સફર આજે અનેક એવોર્ડ અને સિદ્ધિઓ સુધી પહોંચ્યું છે.

થોડા દિવસ પહેલાં હેમુ ગઢવી ખાતે યોજાયેલા એક પ્રોગામમાં વરદા પરમારે આંખે પાટા બાંધી “રણછોડ રંગીલા રે” ગીત પર નૃત્ય કરી ઉપસ્થિત શ્રોતાઓનું મંત્રમુગ્ધ કરી દીધાં હતાં.રાજકોટમાં રહેતા અને બેંક મેનેજર વિરેન્દ્રભાઈ અને મમ્મી ગાયત્રીબેનએ દીકરી વરદાને માઈન્ડ પાવર માટે સેલ્ફ ઇવોલ્વર એકેડમીમાં કોર્સ કરાવ્યો હતો. જ્યાં વરદા થર્ડ આય સાથે માઈન્ડ રીંડીગ કરવાનું કૌશલ્ય શીખી ગઈ,આ બાળકીએ તેનાં નાના એવા મગજમાં એવો સંકલ્પ કરી લીધો કે મારે પી.એમ.મોદીને મળવું છે,કાલીઘેલી ભાષામાં મમ્મીને કહ્યું કે મારે વડાપ્રધાનને મળવું છે..તો શું કરવું !!! તેની મમ્મીએ વરદાની આ જિજ્ઞાસાને જાણીને સહજતાથી કહી દીઘું કે એનાં માટે તારે કોઈ રેકોર્ડ બનાવવો પડે…

બસ,આ વાતને ગળે બાંધી વરદાએ સ્કેટિંગ શીખવાનું શરૂ કર્યું ને જે શીખી ગયા પછી આંખે પાટા બાંધીને ટ્રેનિંગ લીધીને 6 વર્ષની વયે આંખ પર પાટા બાંધી થર્ડ આય સાથે 45 મિનિટ સ્કેટિંગ કરી વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ મેળવી લઈ રાજકોટ સાથે ગુજરાતનું ગૌરવ બની ગઈ.

શ્રી શ્રી રવિશંકર એકેડમીમાં ધો.3માં અભ્યાસ કરતી વરદા પરમાર નાની ઉંમરે સેલિબ્રિટી બની ગઈ છે.બસ,તેનો એક જ ખ્વાબ છે કે હું એવી સફળતાનો મુકામ હાંસલ કરું કે પી.એમ.મોદીને જલ્દીથી મળી શકું, જો આ તક વરદા માટે આવી પણ હતી પણ થોડાક માટે વડાપ્રધાનને મળવાનું સ્વપ્ન પૂરું થઈ ન શક્યું…!! તેના મમ્મી કહે છે કે,પ્રથમ વખત 45 મીનીટ આંખે પાટા બાંધી સ્કેટિંગ કર્યું ત્યારે જ પી.એમ.બાળપુરસ્કાર માટે રાજકોટમાંથી એક માત્ર વરદા નોમિનેટ થઈ હતી પણ હજુ વધુ સિદ્ધિઓ વરદાની રાહ જોતી હશે એટલે આ એવોર્ડ માટે અન્ય દિવ્યાંગ બાળકની પસંદગી થઈ હતી. જો કે આ પછી વરદાનો જુસ્સો વધ્યો ને તાજેતરમાં જ ચાલતાં વાહનો વચ્ચે 26 મિનિટ આંખે પાટા બાંધીને રેસકોર્સમાં સ્કેટિંગ કરી ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

આજનાં બાળકો પોતાનું બાળપણ મોબાઈલ અને સોસિયલ મીડિયામાં પસાર કરી રહ્યા છે જ્યારે આ વરદા પરમાર માઈન્ડ પાવર માટે દરરોજ મેડિટેશન સાથે વિવિધ આસાન કરે છે.360 ડીગ્રી સાથે થર્ડ આઈ સાથે માઈન્ડ રીડિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.આ ઉપરાંત ઓરા રીંડીગ,ચક્રાઝ સ્કેન વગેરેમાં નિપુણ એવી વરદા ફિલ્મમાં પણ ચમકી છે.”રણભૂમિ” ફિલ્મમાં બાળકલાકાર તરીકે અભિનય આપ્યો છે. પ્રજાસત્તાક પર્વ પર રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા વરદા પરમારને એવોર્ડ અપાયો હતો. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે વરદાને પુરસ્કાર એનાયત કરાયો છે જ્યારે ઇલેક્શન કમિશનના મતદાન જાગૃતિ માટે બનેલા એક સોંગમાં વરદા જોવા મળે છે.છે.આ ઉપરાંત અરિહંત ઇન્વેસ્ટમેન્ટનાં મેહુલભાઈ રવાણીનાં એક પ્રોગ્રામમાં 4 મિનિટ આંખે પાટા બાંધીને વરદાએ “રણછોડ રંગીલા” ગીત પર પરફોર્મન્સ આપ્યું હતું જેનાં માટે તેને પ્રેક્ટિસ પર કરી ન હતી.
આ પણ વાંચો :અમેરિકાએ 50 ટકા ટેરીફ નાખ્યા તો આપણે 75 ટકા નાંખો : ચોટીલામાં કેજરીવાલનો મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ
આજના બાળકો જ્યાં મોબાઈલ અને સોશિયલ મીડિયામાં સમય ગુમાવે છે, ત્યાં વરદા જેવી પ્રતિભાશાળી બાળકીએ પોતાની અંદરની શક્તિને શોધીને દુનિયા માટે એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. માઈન્ડ પાવર, મેડિટેશન અને અડગ સંકલ્પથી તેણે સાબિત કર્યું કે ઉંમરની કોઈ મર્યાદા નથી. આવનારા દિવસોમાં વરદાની વધુ સિદ્ધિઓ તેની રાહ જોઈ રહી છે અને તે અનેક બાળકોથી લઈને વડીલો સુધી સૌને પ્રેરણા આપતી રહેશે. રાજકોટનું નામ ઉજાળતી આ નાની દીકરી ખરેખર ગુજરાતનું ગૌરવ છે.
